ડીસાના બનાસ નદી નજીક ટ્રેલર ચાલકે મહીલાને અડફેટે લેતાં ગંભીર

- Advertisement -
Share

 

ડીસાના બનાસ નદી નજીક ગુરૂવારે એક ટ્રેલર ચાલકે રાહદારી મહીલાને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મહીલા ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં દિન-પ્રતિદિન ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે ગુરૂવારે બનાસ નદી નજીક એક રાહદારી મહીલાને એક ટ્રેલર ચાલકે ગફલતભર્યું ડ્રાઇવીંગ કરી મહીલાને અડફેટે લીધી હતી.

 

અકસ્માતમાં મહીલાના પગના ચીંથડા નીકળી ગયા હતા. જેમાં ટ્રેલર ચાલક પોતાનું ટ્રેલર મૂકી ફરાર થઇ ગયો હતો. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

 

અને તાત્કાલીક 108 વાનની ટીમને જાણ કરતાં 108 વાનની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. જ્યારે મહીલાને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી પરંતુ મહીલાની હાલત વધુ ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે પાલનપુર રીફર કરાઇ હતી.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!