ડીસા નગરપાલિકામાં વિવિધ સમિતીના ચેરમેનોએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો

- Advertisement -
Share

ડીસા નગરપાલિકાનું ચટણીમાં ભાજપે બહુમતીથી જીત હાંસલ કરી હતી. જેમાં ભાજપે 27 સીટો મેળવી હતી જેમાં ડીસા નગરપાલિકામાં ભાજપએ સુકાન સભાળ્યું હતું. ભારતીય જનતા પાર્ટી મહુડી મંડળ તેમજ ડીસાના ધારાસભ્ય દ્વારા ડીસા નગરપાલિકામાં વિવિધ નવા ચેરમેનની જાહેરાત કરી હતી.

[google_ad]

જેમાં આજે ડીસા નગરપાલિકા ખાતે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા તેમજ ડીસા શહેર પ્રમુખ પ્રતીક પઢીયાર મહામંત્રી હકમાજી જોષી, રાકેશભાઈ પટેલ તેમજ ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કરની હાજરીમાં ડીસા નગરપાલિકામાં વિવિધ સમિતિના ચેરમેનોએ આજ રોજ ચાર્જ સભાળ્યો હતો.

[google_ad]

તેમજ તમામ નવ નિયુક બનેલા વિવિધ સમિતિના ચેરમેનોએ નિષ્ઠા પૂર્વક લોકોના કામ કરવાની બાંહેધરી આપી હતી. તેમજ નવ નિયુક ચેરમેનોએ ચાર્જ સંભાળતા તમામ ચેરમેનોનો લોકોએ ફૂલ હાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!