કરિયાણાની દુકાન કે જનરલ સ્ટોર પર લાઇસન્સ વિના ઘર વપરાશના ફીનાઇલ કે કેમિકલ ધરાવતા લિક્વિડના વેચાણ પર પ્રતિબંધનો નિર્ણય લેવાયો : આગામી દિવસોમાં અમલ થશે

- Advertisement -
Share

 

 

કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતાં અટકાવવા માટેની દિશામાં મહત્વપૂર્ણ પગલું લીધું છે. જેથી આગામી દિવસોમાં હવે કરિયાણાની દુકાનમાં લાઇસન્સ વિના ઘર વપરાશના ફીનાઇલ કે કેમિકલ ધરાવતા લિક્વિડના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેનો આગામી સમયમાં અમલ કરવામાં આવશે.

 

 

આ અંગે ઇન્ડીયન ડ્રગ્સ મેન્યુફેક્ચર એસોસીએશનના નેશનલ પ્રેસિડન્ટ વિરંચીભાઇ શાહે જણાવ્યું હતું કે, ‘લોકહીતમાં આ મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. જેથી લોકો ગેરમાર્ગે નહીં દોરાય અને સારી ગુણવત્તાવાળી પ્રોડક્ટ મળી રહેશે.’

 

 

ભવિષ્યમાં કરિયાણાની દુકાન પર ડેટોલ અને સેનેટાઇઝર ઉપરાંત રોજીંદા જીવનમાં ઘર વપરાશ એટલે કે સાફ-સફાઇ માટે ઉપયોગમાં લેવાતાં કેમિકલ્સ જોવા ન મળે તો નવાઇ નહીં ! સામાન્ય રીતે બજારમાં જોવા મળતી કરિયાણાની

 

 

દુકાન કે જનરલ સ્ટોરમાંથી ઘર વપરાશમાં ઉપયોગ થતાં કેમિકલના વેચાણ પર નિયંત્રણ લાવવાની દિશામાં કાર્યવાહીની શરૂઆત કરી છે. જે સંદર્ભે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક એક્ટ-1994 માં સુધારો કરીને ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા કેમિકલયુક્ત લિક્વિડને નિયંત્રણમાં લાવવા પ્રયાસ કર્યો છે.

 

કેન્દ્ર સરકારે કોસ્મેટીક એન્ડ ડ્રગ્સ એક્ટ-1945 માં એક મહત્વપૂર્ણ સુધારો કર્યો છે. આ એક્ટમાં અલગ-અલગ દવાના ઉપયોગ અને તેના મહત્ત્વ પ્રમાણે એ લઇને એક્સ સુધી વિભાજન કરવામાં આવ્યું છે.

 

જે સંદર્ભે સેનેટાઇઝર, હાર્પિક, લાઇઝોલ વગેરે જેવા કેમિકલયુક્ત લિક્વિડનો સમાવેશ શિડ્યુલ કેમાં કરવામાં આવ્યો છે. જેથી તેના ઉત્પાદનની સાથે-સાથે તેના વેચાણ માટે પણ ધારાધોરણ પ્રમાણે લાયસન્સ ધારક દુકાનદાર જ વેચાણ કરી શકશે.

 

આ અંગે ફાર્મસી કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન મોન્ટુકુમાર પટેલે જણાવ્યું હતું કે, ‘મેડીકલ સ્ટોર અને લાઇસન્સ ધરાવતા દુકાનદાર જ ઘર ઉપયોગી ડીઝાઇન્ફેકટર કેમિકલનું વેચાણ કે ઉત્પાદન કરી શકશે.’

 

આ અંગે એક્સપ્રેસ ફાર્મા રીસર્ચના સંચાલક મનિષભાઇ રાચ્છે જણાવ્યું હતું કે, ‘કોરોના બાદ માર્કેટમાં મોટા પ્રમાણમાં સેનેટાઇઝર અને હાઉસ હોલ્ડ એટલે કે, ઘર વપરાશ માટેના ડીસઇન્ફેકટર ઉત્પાદનો આવ્યા છે. જેથી તેમાં ધારાધોરણ જળવાય તે જરૂરી બન્યું હતું.

 

આ ઉપરાંત ઘર વપરાશ માટે ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના કેમિકલ્સ અને તેનો ‘ફીનોલિક’ કેમિકલ હોય છે. જેથી લોકોને ગુણવત્તાયુક્ત વસ્તુ મળે તે દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય ગણી શકાય.’

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!