બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં છૂટક શાકભાજી વેચનાર યુવકે ઉધાર શાકભાજી આપવાની ના કરતા ત્રણ શખ્સોએ ધોકા પાઈપો વડે કાર્યો હિચકારો હુમલો યુવકને ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે સિવિલ ખાતે ખસેડાયા ગાયલ યુવકે ત્રણ શખ્સો વિરુદ્ધ ડીસા ઉત્તર પોલીસ મથકે નોંધાવી ફરિયાદ
બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં અંબિકાનગર સોસાયટી ખાતે રહેતા હસમુખભાઈ રમેશભાઈ સોલંકી જૂનું શાકમાર્કેટ લેખરાજ ચાર રસ્તા તરફ જતા રસ્તા પર ફૂટપાથ પર છૂટક શાકભાજીનો વેપાર કરી ગુજરાન ચલાવે છે ત્યારે ગઈકાલે ત્રણ શખ્સો હસમુખભાઈ પાસે ઉધાર શાકભાજી લેવા આવ્યા ત્યારે હસમુખભાઈએ ઉધાર આપવાના કહેતા ત્રણ શખ્સોએ સવારે બોલાચાલી કરી હતી ત્યાર બાદ સાંજના છ વાગ્યે ફરી આ ત્રણ શખ્સો સવારની વાતનો મનદુખ રાખી ધોકા પાઈપો લઈ હસમુખભાઈ પર હિચકારો હુમલો કર્યો હતો.

હસમુખભાઈ બૂમાબૂમ કરતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા આ ત્રણ શખ્સો ત્યાંથી જતા રહ્યા હતા હસમુખભાઈ ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા હસમુખભાઈએ હુમલો કરનાર ત્રણ શખ્સો વિરુદ્ધ દિશા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
— કોના વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ —
(1)શાહરૂખ ચાંદભાઈ ભાટી
(2)આશિફ ઊર્ફે છોટુ ચાંદભાઈ ભાટી
(3)સમીર ચાંદભાઈ ભાટી
આ તમામ રહે. રાજપુર સેરગંજ ડીસા વિરુદ્ધ ઉત્તર પોલીસે ફરિયાદ નોંધી.
From – Banaskantha Update