બનાસકાંઠામાં જનરલ હોસ્પિટલમાં 2021 માં 733 શિશુઓને સફળ સારવાર અપાઇ

- Advertisement -
Share

 

બનાસ ડેરીના ચેરમેન અને બનાસ મેડીકલ કોલેજના આદ્ય સ્થાપક શંકરભાઇ ચૌધરીના માર્ગદર્શન અને બનાસ મેડીકલ કોલેજના પ્રમુખ માન. પી.જે ચૌધરીની દેખરેખ હેઠળ શનિવારે પાલનપુર સ્થિત જનરલ હોસ્પિટલ અદ્યતન મેડીકલ સાધનો ધરાવે છે.

 

 

જનરલ હોસ્પિટલના એસ.એન.સી.યુ. પીડીયાટ્રીક વિભાગ દ્વારા રેકોર્ડ બ્રેક સરાહનીય કામગીરી કરાઇ છે. જીલ્લા ઉપરાંત રાજસ્થાન સહીતના અંતરીયાળ વિસ્તારોમાં જન્મ સમયે વિવિધ તકલીફો ધરાવતા નવજાત બાળકો માટે ઉત્તર ગુજરાતના એકમાત્ર આધુનિક નવજાત શિશુ કેન્દ્ર પાલનપુરમાં સારવાર આપવામાં આવી રહી છે.

 

બનાસ મેડીકલ કોલેજ એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટયુટના નવજાત શિશુ સંભાળ કેન્દ્રમાં વર્ષ-2021 દરમિયાન કુલ 733 શિશુઓને દાખલ કરાયા હતા. જે જનરલ હોસ્પિટલ પાલનપુરના ઇતિહાસમાં રેકોર્ડ દર્જ કરે છે. કુલ નવજાત બાળકોમાંથી 559 શિશુઓને સફળતાપૂર્વક રજા અપાઇ છે.

 

જ્યારે 41 શિશુઓને સી.એચ.એ.માં રીફર કરાયા હતા. 369 નવજાતો એવા હતા કે, જેઓનો જન્મ જનરલ હોસ્પિટલ બહાર થયો હતો. જ્યારે 364 બાળકોનો જન્મ જનરલ હોસ્પિટલ-પાલનપુરમાં થતાં સારવાર અપાઇ હતી.

 

છેલ્લા 3 માસની કુલ 220 બાળકોને સારવાર અપાઇ છે. જેમા 98 બાળકોના માતાની પ્રસુતિ જનરલ હોસ્પિટલમાં જ થઇ હતી. જ્યારે 122 શિશુઓને એડમિશન બહારથી થયા હતા.

 

જેમાંથી 167 બાળકો જન્મ સમયે ઓછું વજન ધરાવતા હતા. 53 બાળકો એવા હતા કે, જેમનું વજન એક્દમ ઓછું હતું. ઘણા બાળકો એવા હતા કે, જેમનું જન્મ સમયે વજન 900 ગ્રામથી પણ ઓછું હતું.

 

32 બાળકો શ્વાસની તકલીફ ધરાવતા હતા. 11 બાળકો બ્લડ સહીતનું ઇન્ફેકશન ધરાવતા હતા. જ્યારે બીજા 11 બાળકોને વેન્ટીલેટર પર સારવાર અપાઇ હતી.

 

આ સાથે લગભગ 80 ટકા શિશુઓને દાખલ કરતી વખતે ઓક્સિજન સપોર્ટની જરૂર પડી હતી. આ ઉપરાંત 167 બાળકોને એન્ટીબાયોટીક અપાઇ હતી.આ સાથે નવજાત શિશુઓને સફળતાપૂર્વક ડીસ્ચાર્જ કરવામાં આવી રહ્યા છે.

 

બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી, બનાસ મેડીકલ કોલેજના પ્રમુખ પી.જે.ચૌધરી અને મેડીકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. સુનિલ જોષી દ્વારા તબીબોની ટીમ અને નર્સિંગ સ્ટાફને પ્રસંશનીય કામગીરી કરી હતી. આ સાથે પીડીયાટ્રીક્સ વિભાગમાં ફરજ બજાવતા ડૉ. અજીત વાસ્તવ અને તેમની ટીમ દ્વારા આ સમગ્ર કામગીરી હાથ ધરાઇ છે.

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!