પાલનપુરના નગરસેવકના પુત્રએ પાડોશી યુવતી સાથે લગ્ન બાદ સામુહિક આપઘાત કર્યો

- Advertisement -
Share

પાલનપુરના નગરસેવકનો પુત્ર તેના બાજુમાં રહેતા પાડોશીની દીકરી સાથે મંદિરમાં લગ્ન કર્યા બાદ યુવક-યુવતીએ ગોબરી રોડ વિસ્તારમાંથી પસાર થતી ટ્રેન નીચે પડતું મૂકી સામૂહિક આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે.

બનાસકાંઠા જિલ્લામાં આત્મહત્યાના બનાવોમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે આજે પાલનપુર ખાતે યુવક-યુવતીએ સામૂહિક ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે.

પાલનપુર નગર સેવકના પુત્ર અને તેના બાજુમાં રહેતા પાડોશીની દીકરી સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા અને લગ્ન કર્યા બાદ યુવક-યુવતી પાલનપુર વિસ્તારમાં આવેલ ગોબરી રોડ વિસ્તારમાંથી પસાર થતી ટ્રેન નીચે પડતું મૂકી સામૂહિક આપઘાત કર્યો હતો.

ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરતાં પાલનપુર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. મૃતક યુવક-યુવતીના મૃતદેહને પી.એમ અર્થે પાલનપુર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પાલનપુર પૂર્વ પોલીસે આપઘાત મામલે તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!