ડીસાના વિઠોદર નજીક બાઇક સ્લીપ ખાતાં એક યુવકનું મોત : એક યુવક ઘાયલ

- Advertisement -
Share

 

ડીસા તાલુકાના વિઠોદર ચાર રસ્તા નજીક બુધવારે ભાચરવા તરફ જઇ રહેલા બે વ્યક્તિઓનું બાઇક સ્લીપ ખાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે એક યુવકને નાની-મોટી ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયો હતો.

 

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા એક સપ્તાહથી માર્ગ અકસ્માતોના બનાવોમાં સતત ચિંતાજનક વધારો થઇ રહ્યો છે અને વારંવાર સર્જાતા નાના-મોટા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે તો ક્યાંક લોકો મોતને ભેટ્યા છે.

 

 

ત્યારે છેલ્લા ત્રણ દિવસમાં બનાસકાંઠા જીલ્લાના અનેક તાલુકાઓમાં મોટા અકસ્માત રાત્રિ દરમિયાન સર્જાય છે. ત્યારે આ તરફ વારંવાર સર્જાતા અકસ્માતના પગલે ત્રણ દિવસમાં 10 થી પણ વધુ વ્યક્તિઓના મોત થઇ ચૂક્યા છે. ત્યારે સતત અકસ્માતમાં મોતને ભેટતાં હાલમાં લોકોમાં ભય પણ જોવા મળી રહ્યો છે.

 

ત્યારે બુધવારે ડીસા તાલુકાના વિઠોદર ચાર રસ્તા નજીક બાઇક સ્લીપ ખાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં વિઠોદર ગામના અમૃતભાઇ પટેલ અને સોમતુંજી સોલંકી પોતાનું બાઇક લઇને ભાચરવા તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન વિઠોદર ચાર રસ્તા નજીક બાઇક સ્લીપ ખાઇ જવા પામ્યું હતું.

 

જેમાં બાઇક પર સવાર અમૃતભાઇ પટેલ રોડની સાઇડમાં પટકાતાં તેમના માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. જેથી તેમનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે બાઇક પર અન્ય સવાર સોમતુંજી સોલંકીને નાની-મોટી ઇજાઓ થતાં તેમને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!