બનાસકાંઠામાં કડકડતી ઠંડી વચ્ચે 528 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન

Share

બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી 528 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જેમાં 13.48 લાખ મતદારો મતદાન કરી તેમના ગામના ઉજ્જવળ ભવિષ્ય માટે સરપંચને ચુંટશે.

બનાસકાંઠા જિલ્લામાં 528 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી માટે મતદાન શરુ થઈ ગયું છે. આજે વહેલી સવારથી 8 ડીગ્રી ઠંડીમાં મતદાન માટે લોકોની લાંબી કાતર લાગી ગઈ હતી જેમાં 528 ગ્રામ પંચાયતોમાં સરપંચપદ માટે કુલ 1877 ઉમેદવારો મેદાનમાં છે

 

જ્યારે સભ્યો માટે 4,563 ઉમેદવારો વચ્ચે જંગ જામશે ગામના ઉજ્જવળ ભવિષ્ય માટે કુલ 13.48 લાખ મતદારો મતદાન કરી સરપંચને ચૂંટશે. જોકે, આ વખતે બેલેટ પેપરથી મતદાન થવાનું હોવાથી 2,766 બેલેટ બોક્સની પણ વ્યવસ્થા કરાઈ છે.

ચૂંટણીની કામગીરી માટે કુલ 9,865 પુલિંગ સ્ટાફ ફરજ બજાવી રહ્યા છે અને સમગ્ર સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખવા માટે કુલ 156 રૂટ પર જોનલ ઓફિસર નજર રાખી રહ્યા છે, ચૂંટણીને લઇ મતદારોમાં ભારે ઉત્સાહ છે અને લોકો પણ ગામના વિકાસ કરી શકે તેવા ઉત્સાહી ઉમેદવાર મત આપશે તેમ જણાવ્યું હતું.

 

From – Banaskantha Update


Share