થરાદમાં 50 શૌચાલયમાં રૂ.40.56 લાખનું કૌભાંડ : 3 સામે ગુનો નોંધાયો

Share

થરાદના કાસવીમાં 50 શૌચાલય કાગળ પર બનાવી 40.56 લાખનું બારોબાર ચુકવણું કરી કૌભાંડ આચરનાર બે ટ્રસ્ટ એક વ્યક્તિ મળી ત્રણ સામે ફરિયાદ નોંધાતાં ખળભળાટ મચી ગયો છે. આ મુદ્દે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

રજૂઆતો બાદ થરાદના આઇઆરડી વિભાગના ઇન્ચાર્જ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી શબ્બીરહુસેન રસુલભાઇ મનસુરીએ આ અંગે પોલીસ મથકમાં આર.એન.કન્સ્ટ્રક્શન ખોખરાવાડો અર્બુદા ઝેરોક્ષની બાજુમાં ખેરાલુ (મહેસાણા) તથા સતકર્મ સેવા ટ્રસ્ટ (રહે.ચંગવાડા,તા.વડગામ,જી.બનાસકાંઠા) અને રોહિતભાઇ ચૌધરી (રહે.થરાદ,તા.થરાદ,જી.બનાસકાંઠા) સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

 

જેમાં જણાવ્યું હતું કે, ‘આ શખસોએ સાથે મળીને ભારત મિશન (ગ્રા) યોજના અંતર્ગત સખીમંડળના માધ્યમથી બાંધવાના થતા શૌચાલયની કામગીરીમાં વાસ્તવમાં અન્ય શખસો દ્વારા સમગ્ર સંચાલન અને સરકારના નાણાંનો દુરૂપયોગ કરી એકબીજાને મદદગારી કરી હતી. પોલીસે આઇપીસી કલમ 114,403 મુજબ ગુનો દાખલ કરી તપાસ પીએસઆઇ સાહેબખાન ઝાલોરીએ હાથ ધરી હતી.’

 

From – Banaskantha Update


Share