મોટા ગજાના બિલ્ડરનો પુત્ર ડ્રગ્સના ઓવરડોઝમાં એક ફાઈવસ્ટાર કક્ષાની હોસ્પિટલમાં ચૂપકે-ચૂપકે સારવાર લઈ રહ્યો છે : વિગત છુપાવવા હોસ્પિટલમાં થ્રી લેયર સિક્યોરિટી

Share

ગુજરાતમાં છેલ્લા એક વર્ષ દરમિયાન કરોડોની કિંમતના ડ્રગ્સ, હેરોઈન, એમ.ડી. અને કોકેઈન ઝડપાયા છે. અત્યાર સુધી એવી જ થિયરી ચાલતી હતી કે, ગુજરાત તો માત્ર રૂટ છે અને અહીંથી બધું ડ્રગ્સ બીજા રાજ્યો અને બહારના દેશોમાં જાય છે. પરંતુ હકીકતમાં ગુજરાતનું યુવાધન ધીરે-ધીરે ડ્રગ્સના અજગરી ભરડામાં સપડાઈ રહ્યું છે અને કોઈને ખબર પણ પડતી નથી. આનો દેખીતો પૂરાવો છે અમદાવાદના એક અત્યંત મોટા ગજાના બિલ્ડરનો પુત્ર જે ડ્રગ્સના ઓવરડોઝમાં અત્યારે શહેરની જ એક ફાઈવ સ્ટાર કક્ષાની હોસ્પિટલમાં ચૂપકે-ચૂપકે સારવાર લઈ રહ્યો છે.

[google_ad]

 

 

અમદાવાદના જે યુવાને ડ્રગ્સનો ઓવરડોઝ લીધો તેના બિલ્ડર પિતાને ગુજરાતના એક આઇ.પી.એસ. સાથે પણ ઘરોબો છે. વાસ્તવમાં આ આઈ.પી.એસ. બિલ્ડરના સ્લીપિંગ પાર્ટનર હોવાનું જાણવા મળ્યું છે. બિલ્ડર પુત્ર ડ્રગ્સના ઓવરડોઝને કારણે જ્યારે તરફડીયા મારતો હતો. ત્યારે તેને ફાઈવ સ્ટાર કક્ષાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આ આઈ.પી.એસ. તરફથી જ મદદ કરાઈ હતી. એટલું જ નહીં, આ સારવારને લગતી કોઈ માહીતી લીંક ન થાય એ જોવાનું કામ પણ આ અધિકારી કરી રહ્યા છે.

[google_ad]

 

 

ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ બિલ્લીપગે અમદાવાદ ઉપરાંત સુરત, રાજકોટ અને વડોદરાના એલિટ ક્લાસના નબીરાઓમાં ફેલાઈ ચૂક્યું છે. હજી તો અમદાવાદના બોપલના એક વંદિત પટેલનું જ નામ ખૂલ્યું છે અને તેણે એકલાએ રૂ. 10 કરોડથી વધુનું ડ્રગ્સ વિદેશથી મગાવ્યાની વાત ખૂલી છે. આવામાં અત્યારે અમદાવાદના ટોચના કન્સ્ટ્રક્શન ગૃપોમાં જેનું નામ આવે છે તેવા મોટા ગજાના બિલ્ડરનો દીકરો ડ્રગ્સના ઓવરડોઝમાં શહેરની જ એક ફાઈવસ્ટાર કક્ષાની હોસ્પિટલમાં ગુપચુપ સારવાર લઈ રહ્યાનું જાણવા મળ્યું છે.

[google_ad]

 

 

ગુજરાતના ટોચના બિલ્ડરના પુત્રની સારવાર જ્યાં ચાલી રહી છે એ હોસ્પિટલના સૂત્રોએ વિગતો જણાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બિલ્ડર પુત્ર અગાઉ પણ ઘણા વિવાદોમાં સપડાઈ ચૂક્યો છે. હાલ આ નબીરાને પિત્તાશયની સારવારના નામે શહેરની ટોચની હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પરંતુ હકીકતમાં તેની ડ્રગ્સના ઓવરડોઝની સારવાર ચાલી રહી છે. આ આખેઆખી વાતને દબાવી દેવા છેક ઉપરથી ભરપૂર પ્રયાસો ચાલી રહ્યા છે.

 

[google_ad]

 

 

અમદાવાદમાં તાજેતરમાં ડાર્ક વેબ મારફત વિદેશથી ડ્રગ્સ મગાવવાના વંદિત પટેલના રેકેટનો ખૂબ મોટો પર્દાફાશ પોલીસે કર્યો છે. પોલીસે કોલ-ડીટેલના આધારે તપાસ કરી તો તેની સાથે 100 થી વધુ એવા લોકોની કુંડળી ખૂલી છે. જેમના નામ બહાર આવે તો રાજ્યનો આખો એલિટ ક્લાસ હલી જાય. અત્યંત ઊંચી પ્રતિષ્ઠા ધરાવતા આ પરિવારના લોકો જ ડ્રગ્સના રિસીવરની સાથે કનેક્ટ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

[google_ad]

 

 

 

આ હોસ્પિટલમાં બિલ્ડર પુત્ર દાખલ છે કે નહીં એની ખરાઈ કરાઈ હતી. હોસ્પિટલમાંથી આ બિલ્ડર પુત્ર અગાઉ દાખલ હતો એમ જણાવ્યું હતું. જ્યારે બાદમાં તેમના સ્વજન બનીને પૂછતાં બિલ્ડર પુત્ર હાલ વાત કરવા માંગતો નથી એમ જણાવી વાત ઉડાડી દીધી હતી. આ દરમિયાન હોસ્પિટલમાં સૂચના આપવામાં આવી છે કે, બિલ્ડરના પુત્રની કોઈપણ માહિતી હોસ્પિટલમાંથી બહાર જવી જોઈએ નહીં.

[google_ad]

 

 

 

 

આ અંગે ગુજરાત પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘વંદિત પટેલે છેલ્લા બે વર્ષમાં રૂ. 10 કરોડથી વધુનું ડ્રગ્સ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાંથી મગાવ્યું હોવાની શંકા છે. મેજીક મશરૂમના નામે જાણીતા આ ડ્રગ્સનો વિવિધ પ્રકારના મૂડ સેટ કરવા માટે અને સ્પિરીચ્યુઅલ ડ્રગ્સ તરીકે પણ ઉપયોગ કરાતો હતો. હજી તો રાજ્યમાં આવા બીજા ઘણા ડ્રગ્સના પેડલરો કાર્યરત હોવાનું ખૂદ પોલીસ માને છે.’

 

From – Banaskantha Update


Share