ACBની સફળ ટ્રેપથી કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

Share

હાલમાં પોલીસ વિભાગમાં મોટાપાયે ભરતીની તૈયારીઓ થઈ રહી છે. ત્યારે કેટલાક હોમગાર્ડ અને કોન્સ્ટેબલ પણ ભ્રષ્ટાચાર આચરતા હોવાની ફરિયાદો પણ મળવા પામી છે. અમદાવાદમાં ખાડિયા પોલીસ સ્ટેશનના માણેક ચોક પોલીસ ચોકીના રાઈટર કોન્સ્ટેબલ અને હોમગાર્ડને 5,100 રૂપિયાની લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપી લીધા છે.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

આરોપી કોન્સ્ટેબલે અરજીમાં તપાસ કરવા માટે નાનો-મોટો વ્યવહાર કરવો પડશે કહી અને લાંચ માગી હતી. ACBએ છટકું ગોઠવી કોન્સ્ટેબલ વતી લાંચ લેતા હોમગાર્ડને ઝડપી લીધો હતો. બાદમાં કોન્સ્ટેબલને પણ પકડ્યો હતો. એસીબીએ હાલ આ મામલે તપાસ શરૂ કરી છે.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

મળતી માહિતી મુજબ ACBમાં ફરિયાદ કરવા આવેલા ફરીયાદીએ ખાડીયા પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હતી તે અરજીની તપાસ ખાડીયા પોલીસ સ્ટેશનની માણેકચોક પોલીસ ચોકીમાં સોંપાઈ હતી.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

માણેકચોક પોલીસ ચોકીના રાઇટર પોલીસ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ મોહનસિંહ ચૌહાણએ અરજીના કામે અરજદારનું નિવેદન લખી જણાવ્યુ હતું કે, આ અરજીની તપાસ કરવા નાનો મોટો વ્યવહાર કરવો પડશે. 26 નવેમ્બરના રોજ ફરીયાદી જયેન્દ્રસિંહને મળ્યા ત્યારે તેણે રૂ 5,100 આપી જવાનું કે પહોંચાડી દેવાનું કહ્યું હતું. ફરિયાદીએ ACBમાં ફરીયાદ કરતા ACBએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. 5,100ની લાંચની માંગણીની રકમ પોલીસ ચોકીમાં હોમગાર્ડ સાહીલ સલીમભાઇ મિર્ઝાને લાંચની રકમ ફરીયાદીએ આપતા ACBએ તેમને ઝડપી લીધા હતા અને કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહની પણ ધરપકડ કરી હતી.

[google_ad]

અમદાવાદ શહેરમાં ટ્રાફિક વિભાગે છેલ્લા 10 વર્ષમાં સૌથી મોટી કાર્યવાહી કરીને 700 જેટલા ટ્રાફિક બ્રિગેડન જવાનને એક જ વર્ષમાં ઘર ભેગા કરી દીધા છે. LRD જવાન દ્વારા લોકો સાથે બેહુડ વર્તન અને ગેરરીતિ જેવી ફરિયાદ બાદ ટ્રાફિક જેસીપી દ્વારા એક્શન લેવામાં આવ્યું છે. તેની સાથે પોલીસ દ્વારા એવું ન થાય તે માટે આગમી સમયમાં ટ્રાફિક પોલીસને બોડી વોર્ન કેમેરાથી સજ્જ કરાશે. તેની સાથે તેમને સોફ્ટ સ્કિલના પાઠ ભણવામાં આવશે.

 

 

From – Banaskantha Update


Share