બનાસકાંઠામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રથમ દિને સરપંચ માટે 38 ફોર્મ અને સભ્ય માટે 19 ફોર્મ ભરાયા

Share

 

બનાસકાંઠા જીલ્લામાં ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણીઓ તા. 19 ડીસેમ્બરે યોજાવાની છે. જેને લઇને સોમવારથી ફોર્મ વિતરણ અને ફોર્મ ભરવાની શરૂઆત થઇ ચૂકી છે. બનાસકાંઠા જીલ્લામાં મોટાભાગના સરપંચોના ઉમેદવારો ફોર્મ લેવા ઉમટી પડયા હતા અને જીલ્લામાં પ્રથમ દિને સરપંચ માટે તાલુકા મથકોએ 38 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતા. જ્યારે સભ્યો માટે જીલ્લામાં તાલુકા મથકોએ 19 જેવા ફોર્મ ભર્યાં હતા.

[google_ad]

 

 

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણીઓ તા. 19 ડીસેમ્બરના રોજ યોજાવવાની છે. બનાસકાંઠા જીલ્લામાં 590 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 63 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાવવાની છે. જેમાં સામાન્ય ચૂંટણીમાં 1752 મતદાન મથકો અને પેટા ચૂંટણીમાં 91 મતદાન મથકો મળી 1843 મથકો ઉપર ચૂંટણી યોજાશે. જેમાં 14,80,100 જેટલાં મતદાતાઓ મતદાન કરશે.

[google_ad]

 

 

 

 

 

 

 

 

 

સોમવારથી ફોર્મ મેળવી ભરવાની શરૂઆત થતાં બનાસકાંઠા જીલ્લાના તાલુકા મથકોએ મોટાભાગના સરપંચના ઉમેદવારો પાલનપુર તાલુકા પંચાયત કચેરીએ ફોર્મ લેવા પહોંચ્યા હતા. જેમાં જીલ્લામાં પ્રથમ દિને સરપંચ માટે તાલુકા મથકોએ 38 તેવા ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતા અને સભ્ય માટે તાલુકા મથકોએ 19 જેવા ફોર્મ ભર્યાં હતા. બનાસકાંઠા જીલ્લાની ચૂંટણીઓને લઇને ગામડામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

[google_ad]

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 

 


Share