600 GRD જવાન સામે બનાસકાંઠામાં ઉભરાઈ ગયુ આખુ મેદાન

Share

પાલનપુરમાં GRDની 600 જગ્યા માટે હજારો ઉમેદવારો પહોંચતાં ધક્કામુક્કી, અવ્યવસ્થાને કારણે અરાજકતા સર્જાઈ

[google_ad]

પોલીસે ઉમેદવારોને નિયંત્રિત કરવા માટે લાકડી બતાવી ગેટ પર રોકી રાખ્યા

પાલનપુરમાં GRD(ગ્રામ રક્ષક દળ)ની 600 જગ્યા માટે 6 હજારથી વધુ ઉમેદવારો ઊમટી પડ્યા હતા. પાલનપુરમાં મોટી સંખ્યામાં ઉમેદવારો આવતાં બેરોજગારોનો મહાસાગર જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ઉમેદવારો આવતાં ધક્કામુક્કી થઈ હતી. ભરતીપ્રક્રિયાની અવ્યવસ્થાને કારણે અરાજકતા સર્જાઈ હોય એવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.

[google_ad]

પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે શનિવારે GRDની ભરતીપ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસ હેડક્વાર્ટરમાં સવારથી ઉમેદાવારો પહોંચ્યા હતા, પરંતુ 600 ભરતીની સામે હજારો ઉમેદવારો પહોંચી જતાં અરાજકતા જોવા મળી હતી. પોલીસે ઉમેદવારોને નિયંત્રિત કરવા માટે લાકડી બતાવવી પડી હતી. વધુ અફરાતફરીની સ્થિતિ ન સર્જાય એ માટે ઉમેદવારોને પોલીસે ગેટ પર રોકી રાખ્યા હતા.

[google_ad]

પોલીસ હેડક્વાર્ટર ખાતે ચાલી રહેલી ગ્રામ રક્ષક દળની ભરતીપ્રક્રિયામાં નોકરી મેળવવા માટે પાલનપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારો પહોંચ્યા હતા. જોકે 600ની ભરતી કરવાની છે, એની સામે 6 હજાર જેટલા બેરોજગાર યુવાનો ભરતીપ્રક્રિયામાં ભાગ લેવા ઊમટી પડ્યા હતા, જેથી ધક્કામુક્કી સર્જાઈ હતી. પોલીસે આ ઉમેદવારોને વ્યવસ્થિત રીતે ગોઠવીને ભરતીપ્રક્રિયા સરળ બને એવા પ્રયત્નો હાથ ધર્યા હતા.

[google_ad]


Share