ACBની સફળ ટ્રેપથી જેલ સહાયક કેદીઓ પાસેથી લાંચ લેતો રંગેહાથે ઝડપાયો

Share

ગોધરા સબજેલના જેલ સહાયક જામીન મુક્ત થયેલા કેદીને જેલમાંથી મુક્ત કરવા માટે 400 રૂપિયાની લાંચ લેતાં ગોધરા એસીબી ટીમે સબજેલ કમ્પાઉન્ડમાં જ ઝડપી લેતાં લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગોધરા એ.સી.બીને સબજેલમાં જામીન મુક્ત થયેલા કેદીઓ પાસે નાણાં લેતાં હોવાની બાતમી મળી હતી. જેથી આ એસીબી ટીમે છટકાનું આયોજન કર્યુ હતું.

[google_ad]

દરમિયાન જેલ સહાયક હિતેશ રબારી જામીન મુક્ત કેદી પાસે 500 રૂપિયાની માંગણી કરી હતી જે પૈકી 400 રૂપિયાની લાંચ લેતાં રંગે ઝડપાઇ ગયો. નોંધનીય છે કે ગોધરા સબજેલમાં જેલ કર્મી લાંચ લેતાં ઝડપાયા હોવાની આ લગભગ પ્રથમ ઘટના હોવાની ચર્ચા સ્થાને રહી હતી

[google_ad]

ગોધરા એસીબી ટીમને ગોધરા સબ જેલમાં રહેતાં કેદીઓ પૈકી જામીન મુક્ત થયા હોય એવા કેદીઓને જેલમાંથી મુક્ત કરવા માટે સોથી પાંચસો રૂપિયા સુધીની લાંચ લેવામાં આવતી હોવાની આધારભૂત માહિતી મળી હતી. જેની ખાતરી કરવા માટે ગોધરા એસીબી ટીમે એક કેદીની મદદ લીધી હતી.

[google_ad]

દરમિયાન જાંબુઘોડા પંથકના અને ગોધરા સબજેલમાં જ્યુડિશિયલ કસ્ટડી ભોગવી રહેલા કેદીના કોર્ટે જામીન મંજુર કર્યા હતા. જેથી આરોપીને જામીન મુક્ત થવાનું હતું. જેની મદદ લઇ લાંચના છટકાનું આયોજન કર્યુ હતું.

[google_ad]

રવિવારે સબજેલ ગોધરામાં જેલ સહાયક તરીકે ફરજ બજાવતાં હિતેશભાઈ કનુભાઈ રબારીએ પોતાની કેબીનમાં આરોપી સાથે જામીન મંજુર થયેલા આરોપીને જેલ માંથી છોડવા માટે પાંચસો રૂપિયા લાંચની માંગણી કરી હતી. જેના બાદ હિતેશ રબારી સબજેલ કંપાઉન્ડમાં જ લાંચના પાંચસો રૂપિયા સ્વીકાર્યા હતા. અને જેમાંથી સો રૂપિયા ડીકોયરને પરત આપી ચારસો રૂપિયા લાંચ તરીકે પોતાની પાસે રાખી રાખતાં જ એસીબીએ ઝડપી લઈ હિતેશ રબારી સામે ગોધરા એસીબી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ગોધરા સબજેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ પાસે જેલ કર્મીઓ લાંચ લેતાં હોવાની લોકબૂમ વચ્ચે આખરે પ્રથમવાર જેલ કર્મી લાંચ લેતાં ઝડપાઇ જતાં લોકબૂમને સમર્થન.

 

From – Banaskantha Update


Share