એક તરફ રાજ્યના રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પોલીસ કર્મીઓને ટ્રાફીક નિયમ તોડનારી વ્યક્તિ કોઇ રીઢો ગુનેગાર નથી. તેની જોડે માનવતાપૂર્વક વ્યવહાર થવો જોઇએ એવી ટકોર કરે છે. ત્યારે બીજી તરફ રાજકોટમાં મહીલાના એક નાનકડા પ્રશ્નના ઉત્તર સ્વરૂપે નિયમ ભંગના ઓઠા હેઠળ ટ્રાફીક કર્મી તાલિબાની વલણ અપનાવતો જોવા મળે છે.
[google_ad]
રવિવારે અમદાવાદની ચાર મહીલાઓએ અનુભવ કરી લીધો હતો. જ્યાં મહીલાએ ટ્રાફીક કોન્સ્ટેબલનું આઈકાર્ડ માંગ્યું તો કોન્સ્ટેબલે રોષે ભરાઇને મહીલાઓની કાર ટો કરાવી હતી. પરીણામે મહીલાઓ મુશ્કેલીમાં મૂકાઇ જતાં એક તબક્કે ચોધાર આંસુએ રડી પણ પડી હતી.
[google_ad]
આ સમગ્ર બનાવ અંગે રાજકોટ શહેર ડી.સી.પી. ઝોન-1 પ્રવિણકુમાર મીણાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ‘ટ્રાફીક પોલીસના વાયરલ વિડીયો મામલે તપાસ કરવામાં આવશે અને આ સમગ્ર મામલે પોલીસ કોન્સ્ટેબલ સામે ઇન્કવાયરી બેસાડવામાં આવશે. જો કોન્સ્ટેબલનો વાંક હશે તો પોલીસ કોન્સ્ટેબલ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. જે પોલીસ ટ્રાફીક નિયમનું પાલન નહી કરે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.’
[google_ad]
આ અંગેની વિગત એવી છે કે, રાજકોટ આવીને અમદાવાદની ચાર મહીલા પરત જતી હતી. એ સમયે ગ્રીન લેન્ડ ચોકડી પાસેના પાણીના ટાંકા નજીક પહોંચતા ત્યાં ટ્રાફીક પોલીસ દ્વારા વાહન ચેકીંગ ચાલુ હોવાથી તેમની કાર રોકવામાં આવી હતી અને પી.યુ.સી. અને ડ્રાઇવીંગ લાયસન્સ વગેરે દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા.
[google_ad]
જેની સામે એક મહીલાએ ટ્રાફીક બ્રાન્ચના કોન્સ્ટેબલ કે જેનું નામ હસમુખ રાઠોડ હોવાનું બહાર આવ્યું છે. તેની પાસેથી તેનું આઇકાર્ડ માંગતા જ હસમુખ રાઠોડનો અહમ ઘવાયો હતો અને તેણે કાર ડીટેઇન કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. જેને કારણે બંને પક્ષો વચ્ચે ખાસી રકઝક અને માથાકૂટ થઇ હતી.
[google_ad]
આ દરમિયાન મહીલાઓ કોઇ પણ રીતે કારમાંથી ઉતારવા તૈયાર થઇ ન હતી. આખરે ટોઇંગ વાન મંગાવી તેમની કાર ટો કરવાનું શરૂ કરાયું હતું. ત્યારે પણ મહીલાઓ કારમાંથી ઉતરી ન હતી. આ મહીલાઓના પક્ષ દ્વારા જણાવ્યું હતું કે, ‘કારમાં બેઠેલી એક મહીલાની માનસિક હાલત બરાબર નથી. આમ છતાં ટ્રાફીક પોલીસે તેની તરફ ધ્યાન આપ્યું ન હતું. એક તબક્કે તો જેની માનસિક હાલત ખરાબ જણાવાતી હતી તે મહીલા કારમાંથી ઉતરી દોડી પણ હતી. મહામહેનતે તેને પરત લવાઇ હતી.’
[google_ad]
બનાવની જાણ થતાં પી.સી.આર. વાન અને બીજા પોલીસના માણસો ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે પણ કાર ટો કરવાને બદલે હાજર દંડ વસૂલ કરવાની ટ્રાફીક બ્રાન્ચના કોન્સ્ટેબલ રાઠોડને વિનંતી કરી હતી. પરંતુ તે ટસનોમસ થયો ન હતો અને પોતાનું અપમાન થયાનું ગાણું ગાઇ કોઇ પણ સંજોગોમાં કાર ટો કરવાની જીદ પકડી રાખી હતી.
[google_ad]
એક તબક્કે ત્યાં એકત્રિત થયેલા ટોળાએ પોલીસના તાલિબાની વલણ સામે હુરીયો પણ બોલાવ્યો હતો. જેની સામે પોલીસ લાકડીઓ લઇ ટોળા સામે દોડી હતી. આખરે ટ્રાફીક બ્રાન્ચના પી.એસ.આઇ. જેબલીયા સ્થળ પર પહોંચ્યા હતા અને તેમણે મહીલાઓને સમજાવટ કર્યાં બાદ તેમની કાર ટો કરી શિતલ પાર્ક લઇ ગયા હતા.
[google_ad]
જ્યાં બાદમાં દંડ વસૂલ કરી કાર છોડી મૂકી હતી. આ પ્રકરણમાં ચોંકાવનારી વાત એ છે કે, ‘કાયદા કાનૂનના પોતાને જાણકાર ગણાવતાં કોન્સ્ટેબલ હસમુખ રાઠોડના મોટર સાઇકલ પર જ નંબર પ્લેટ ન હતી.! ’
From – Banaskantha Update