મોદીએ દેશની માફી માંગી ત્રણ વિવાદિત કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરી

Share

વડાપ્રધાન મોદીએ આજે દેશને સંબોધન કર્યું હતું. મોદીએ સંબોધનની શરૂઆતમાં દેશવાસીઓને દેવદિવાળી અને ગુરુનાનકજયંતીની શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાન મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું કે, મેં ખેડૂતોના પડકારોને જીણવટતાપૂર્વક જોયા છે. નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમે ખેડૂતોનાં હિતોને પ્રાથમિકતા આપી છે. મોદીએ ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી છે. આ સાથે PMએ તમામ દેશવાસીઓની માફી પણ માગી છે.

[google_ad]

છેલ્લા એક વર્ષથી ખેડૂતોના આંદોલનનું કારણ બનેલા ત્રણેય નવા કૃષિ કાયદા કેન્દ્ર સરકારે પાછા ખેંચી લીધા છે. શુક્રવારે દેશને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ આ મોટી જાહેરાત કરી હતી. તેમના 18 મિનિટના સંબોધનમાં તેમણે કહ્યું હતું કે, સરકાર સારા ઈરાદા સાથે ત્રણેય કૃષિ કાયદા લાવી હતી, પરંતુ આ વાત અમે ખેડૂતોને સમજાવી શક્યા નહીં.

 

[google_ad]

મોદીએ સંબોધન કરતાં કહ્યું, મારા વહાલા દેશવાસીઓ, આજે દેવદિવાળીનો પવિત્ર તહેવાર છે. આજે ગુરુનાનકજયંતીનો પવિત્ર તહેવાર પણ છે. હું વિશ્વના તમામ લોકોને અને તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું કે દોઢ વર્ષ બાદ કરતારપુર સાહિબ કોરિડોર ફરી ખૂલ્યો એ પણ ખૂબ જ આનંદદાયક બાબત છે. ગુરુનાનક દેવજીએ કહ્યું છે કે સંસારમાં સેવાનો મર્મ અપનાવવાથી જ જીવન સફળ થાય છે. અમારી સરકાર આ જ સેવા ભાવનાઓ સાથે દેશવાસીઓના જીવનને સરળ બનાવવા માટે કાર્યરત છે. ન જાણે કેટલી પેઢીઓ સપનાં સાકાર થતાં જોવા માગતી હતી, ભારત એને સાકાર કરવા પ્રયાસ કરી રહ્યો છે.

[google_ad]

તેમણે જણાવ્યું, ખેતીને સુધારવા માટે ત્રણ કાયદા લાવવામાં આવ્યા, જેથી નાના ખેડૂતોને વધુ તાકાત મળે. વર્ષોથી આ માગ દેશના ખેડૂતો અને નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી રહી હતી. જ્યારે આ કાયદાઓ લાવવામાં આવ્યા ત્યારે સંસદમાં ચર્ચા થઈ હતી. દેશનાં ખેડૂતો અને સંગઠનોએ તેનું સ્વાગત કર્યું, સમર્થન કર્યું. હું બધાનો ખૂબ જ આભારી છું. મિત્રો, અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે કામ કરી રહી છે.

 

[google_ad]

આ માટે દેશના કૃષિજગતના હિતમાં ગામડાંના ગરીબોનાં હિતમાં સંપૂર્ણ સહયોગ સાથે ઉમદા આશયથી આ કાયદો લાવવામાં આવ્યો હતો, પરંતુ ખેડૂતોનો એક વર્ગ એનો વિરોધ કરી રહ્યો હતો. અમે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો. આ મામલો સુપ્રીમકોર્ટમાં પણ ગયો હતો. પીએમ મોદીએ કહ્યું, અમે કૃષિ કાયદાને પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે અને ખેડૂતોને અપીલ કરી હતી કે તમે તમારા ઘરે, ખેતરમાં પાછા ફરો પરિવાર વચ્ચે પરત ફરો અને એક નવી શરૂઆત કરો.

[google_ad]

વડાપ્રધાને કહ્યું- મેં ખેડૂતોની સમસ્યાઓ અને પડકારોને ખૂબ નજીકથી જોયા છે. જ્યારે દેશે મને 2014માં વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવાની તક આપી ત્યારે અમે ખેડૂત કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી. ઘણા લોકોને ખબર નથી કે દેશના 100 ખેડૂતમાંથી 80 નાના ખેડૂતો છે. તેમની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે. તેમની સંખ્યા 10 કરોડથી પણ વધુ છે, તેમના જીવનનો આધાર જમીનનો આ નાનો જમીનનો ટુકડો જ છે.

 

[google_ad]

તેમણે વધુમાં કહ્યું હતું કે ખેડૂતોની તાકાત વધારવા માટે દસ હજાર એફપીઓ કિસાન ઉત્પાદક સંગઠન બનાવવાનું પણ પ્લાનિંગ છે, એની પર સાત હજાર કરોડ રૂપિયાનું ફન્ડ ખર્ચ કરવામાં આવી રહ્યું છે. અમે ક્રોપ લોન વધારી છે. એટલે કે અમારી સરકાર ખેડૂતોના હિતમાં સતત એક પછી પગલાં ઉઠાવી રહી છે. સંપૂર્ણ ઈમાનદારી સાથે કામ કરી રહી છે. સાથીઓ ખેડૂતોના આ અભિયાનમાં દેશમાં ત્રણ કાયદા લાવવામાં આવ્યા હતા. દેશના ખેડૂતોને ખાસ કરીને નાના ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે. આ માગ દેશમાં લાંબા સમયથી થઈ રહી હતી. પહેલાં પણ ઘણી સરકારોએ આ અંગે મંથન કર્યું હતું. આ વખત પણ સંસદમાં ચર્ચા થઈ અને આ કાયદો લાવવામાં આવ્યો. દેશમાં અનેક ખેડૂતોનાં સંગઠનોએ એનું સમર્થન કર્યું. હું આજે એ તમામનો ખૂબ આભારી છું. આભાર માનું છું.

 

[google_ad]

17 સપ્ટેમ્બર, 2020ના રોજ લોકસભા દ્વારા ત્રણ નવા કૃષિ કાયદાઓને મંજૂરી આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિએ 27 સપ્ટેમ્બરે ત્રણ કાયદાના પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યારથી ખેડૂતોનાં સંગઠનો દ્વારા કૃષિ કાયદા સામે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. છેલ્લા એક વર્ષથી ખેડૂતો દિલ્હીની બોર્ડર પર આંદોલન કરી રહ્યા હતા. પ્રકાશ પર્વ પર મોદીનું સંબોધન સવારે 9 વાગ્યે શરૂ થયું હતું. આ કોરોનાના સમયગાળા દરમિયાન દેશના નામે આ તેમનો 11મો સંદેશ હતો. આ વખતે 18 મિનિટ સંબોધનમાં ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત રહ્યું હતું

[google_ad]

મોદીએ કહ્યું- અમે ખેડૂતો પ્રત્યે પૂર્ણ સમર્પણ ભાવથી કાયદો લાવ્યા, જોકે સમજાવી ન શક્યા. અમારી સરકાર ખેડૂતો માટે ખાસ કરીને નાના ખેડૂતોનાં હિતમાં સત્ય નિષ્ઠાથી પૂર્ણ સમર્પણ ભાવથી આ કાયદો લઈને આવ્યા હતા, જોકે અમે આ વાત પોતાના પ્રયત્નો છતાં ખેડૂતોને સમજાવી શક્યા નહોતા. અમે સંપૂર્ણ વિનમ્રતાથી ખેડૂતોને સમજાવતા રહ્યા. વાતચીત પણ થતી રહી. અમે ખેડૂતોને સમજાવવામાં કોઈ કસર છોડી નથી. કાયદાની જે જોગવાઈઓ પર તેમને નારાજગી હતી એને સરકાર બદલવા તૈયાર થઈ ગઈ છે. સાથીઓ, આજે ગુરુનાનક દેવજીનો પવિત્ર પર્વ છે, આ સમય કોઈને દોષ આપવાનો નથી. હું આજે સમગ્ર દેશને એ કહેવા આવ્યો છું કે આજે અમે ત્રણે કૃષિ કાયદાને પરત લેવાનો નિર્ણય કર્યો છે. આ મહિને જ અમે એને પરત લેવાની પ્રક્રિયા પૂરી કરીશું.

ખેડૂતોએ કરી ઉજવણી

[google_ad]

કોરોનાકાળના 20 મહિનામાં મોદી 10 વખત રાષ્ટ્રને સંબોધિત કરી ચૂક્યા છે. આ વર્ષે આ તેમનું ચોથું સંબોધન છે. દિવાળી પહેલાં આપેલા 20 મિનિટના સંબોધનમાં મોદીનું મોટા ભાગનું ફોકસ કોરોના વેક્સિનેશનના 100 કરોડ ડોઝ પૂરા કરવા અને મહામારીથી ઉગરવાની રીતો પર રહ્યું. એની સાથે જ વડાપ્રધાને એક સંદેશ પણ આપ્યો કે મહામારીના સમયે જે સવાલ ઊઠ્યા હતા, દેશે એનો જવાબ આપી દીધો છે, સાથે જ તેમણે અર્થવ્યવસ્થા, ખેડૂતો અને તહેવારોનો પણ ઉલ્લેખ કર્યો અને માસ્કને લઈને નવો મંત્ર પણ આપ્યો.

 

[google_ad]

આજે ગુરુનાનકજયંતીનું પર્વ છે. આજે PM મોદી સિંચાઇ પરિયોજનાઓનું લોકાર્પણ કરવા માટે યુપીના મહોબા જશે. બાદમાં સાંજે ઝાંસીમાં રાષ્ટ્ર રક્ષા સમર્પણ સમારોહમાં સામેલ થશે.

 

[google_ad]

PM મોદી બપોરે લગભગ 2.45 વાગે મહોબમાં અનેક પરિયોજનાઓનું ઉદઘાટન કરશે. આ પરિયોજનાઓથી ક્ષેત્રમાં પાણીની અછતની મુશ્કેલીઓ ઘટાડવામાં મદદ મળશે. આ પરિયોજનાઓમાં અર્જુન સહાયક પ્રોજેક્ટ, રાતોલી વિયર પ્રોજેક્ટ, ભૌની ડેમ પ્રોજેક્ટ અને મઝગાંવ-મિર્ચ છંટકાવ પરિયોજનાનો સમાવેશ થાય છે.

 

[google_ad]

મહોબાનો કાર્યક્રમ

PM હેલિકોપ્ટર દ્વારા 2.35 વાગ્યે પોલીસલાઇનના હેલિપેડ પર પહોંચશે.
2.40 વાગ્યે નીકળશે અને 2.45 વાગ્યે સ્થળ પર પહોંચશે.
3.45 વાગ્યા સુધીમાં પ્રોજેક્ટ્સ ગિફ્ટ કરશે.
અર્જુન સહાયક પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે.
3.50 વાગે પ્રસ્થાન કરીને 3.55 વાગે હેલિપેડ પહોંચશે અને પરત ફરશે.
ઝાંસીમાં મોદી સશસ્ત્ર દળોના સર્વિસ ચીફને સ્વદેશી ડિઝાઇન અને વિકસિત સાધનો સોંપશે, જેમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા ડિઝાઇન અને વિકસાવવામાં આવેલાં લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH) ચીફ ઓફ એર સ્ટાફને સોંપવામાં આવશે. આર્મી ભૂમિદળના સેનાધ્યક્ષને ડ્રોન એટલે કે UAV, એક ભારતીય સ્ટાર્ટઅપ દ્વારા ડિઝાઇન અને વિકસાવવામાં આવ્યું છે, એ DRDO દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL)એ નૌકાદળનાં જહાજો માટે અદ્યતન ઈલેક્ટ્રોનિક્સ વોરફેર સ્યૂટ વિકસાવ્યું છે અને એને નૌકાદળના વડાને સોંપશે.

 

From – Banaskantha Update


Share