એ.સી.બી.ની સફળ ટ્રેપથી તલાટી કમમંત્રી રૂ. 30 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

Share

જૂનાગઢ જીલ્‍લાના વંથલી બાયપાસ પર એ.સી.બી. દ્વારા લાંચિયા કર્મચારીને ઝડપી લેવા ગોઠવેલ ટ્રેપમાં તાલુકાના કોયલી ગામના તલાટી કમમંત્રી રૂ. 30 હજારની લાંચની રકમ લેતા રંગેહાથે ઝડપાઇ ગયા હતા. તલાટી કમમંત્રીએ બાંઘકામની મંજૂરી આપવા ફરિયાદી પાસેથી લાંચ માંગી હોવાનું સામે આવ્‍યુ છે. જીલ્‍લામાં એ.સી.બી.ની કાર્યવાહીની લઇ લાંચીયા અઘિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.

[google_ad]

જૂનાગઢ જીલ્‍લાના વંથલી તાલુકામાંથી પકડાયેલ લાંચિયા કર્મચારીના પ્રકરણ અંગે પ્રાપ્‍ત વિગત મુજબ વંથલી તાલુકાના કોયલી ગામમાં ખુલ્લા પ્લોટમાં બાંધકામ કરવાનું હોવાથી ફરિયાદી બાંધકામ મંજૂરી મેળવવા સરપંચ અને તલાટી કમમંત્રીને મળેલ હતા.

[google_ad]

 

ત્‍યારે પ્રતિ બ્‍લોક માટે રૂ.7 હજારની રકમ સરપંચને આપવા પડશે તેવુ જણાવ્‍યા બાદ વાતચીતના અંતે પ્રતિ બ્લોક દીઠ રૂ. 6 હજાર લેખે કુલ પાંચ બ્લોકના રૂ. 30 હજાર લાંચ પેટે આપવાનું નકકી થયેલ હતુ. બાદમાં ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ આપેલ હતી. જેના આધારે એ.સી.બી.ના પી.આઇ. વી.આર.પટેલે સ્‍ટાફ સાથે લાંચનું છટકુ ગોઠવવામાં આવેલ હતુ.

[google_ad]

advt

જેમાં કોયલી ગામના તલાટી કમમંત્રી જસ્મિન જેસીગભાઇ ડાંગર આજરોજ વંથલી બાયપાસ પાસે વાડલા ફાટક પાસે રૂ. 30 હજાર લાંચની રકમ સ્વીકારી રહેલ ત્‍યારે તલાટી કમમંત્રીને એ.સી.બી.ના સ્‍ટાફે રંગેહાથ ઝડપી લીધા હતા. લાંચમાં રંગેહાથે પકડાયેલ તલાટી કમમંત્રી જૂનાગઢ જીલ્લા તલાટી કમમંત્રી મંડળના પ્રમુખનો પણ હોદો ધરાવતો હોવાનું સામે આવેલ છે. આ મામલે એ.સી.બી.એ આરોપી તલાટી કમમંત્રીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

From – Banaskantha Update


Share