વલસાડ સીટી પોલીસ મથકે વર્ષ-2020 માં નોંધાયેલી એક દારૂના કેસમાં સેલવાસના વાઇન શોપના માલિકનું નામ ખૂલ્યું હતું. જેથી વાઇન શોપના માલિકે ધરપકડથી બચવા આગોતરા જામીન મેળવ્યા હતા. તેમ છતાં 41 (1) મુજબ કેસ કરવા અને અન્ય રીતે મહીલા P.S.I. આરોપીને હેરાન કરતી હતી.
[google_ad]

આરોપીને હેરાન ન કરવા માટે તેણે રૂ. 1.50 લાખની માંગણી કરી હતી. વાઇન શોપના માલિકે A.C.B. ને આની જાણ કરી હતી. A.C.B. ની ટીમે છટકું ગોઠવ્યું હતું. જેમાં વલસાડ મામલતદાર કચેરી બહાર વચેટીયો વકીલ લાંચની રકમ લેતાં રંગેહાથ ઝડપાયો હતો.
[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, વલસાડ સીટી પોલીસ મથકે વર્ષ-2020 માં નોંધાયેલી દારૂની એક F.I.R. માં સેલવાસના વાઇન શોપ સંચાલકનું નામ ખૂલ્યું હતું. નામ ખૂલતાં વલસાડ P.S.I. વાય.જે. પટેલે આરોપીને સમન્સ મોકલાવ્યો હતો.
[google_ad]

વાઇન શોપ સંચાલકે ધરપકડથી બચવા હાઇકોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હતા. તે આગોતરા જામીન મેળવ્યા બાદ સીટી પોલીસ મથકે જવાબ નોંધાવવા આવ્યો હતો.
[google_ad]
તેમ છતાં 41 (1) ની કલમ લાગુ કરીને P.S.I. એ જેલમાં પૂરી દેવાની ધમકી આપી હતી. P.S.I. શોપના માલિકને આ કેસ પોતાના માનીતા વકીલને જ લડવા આપવા દબાણ કરતી હતી. જેની સાથે તેણે રૂ. 1.50 લાખની લાંચની માંગણી કરી હતી.
[google_ad]
સીટી પોલીસ મથકના P.S.I. એ ધમકી આપતાં ગભરાયેલા વાઇન શોપના માલિકે A.C.B. નો સંપર્ક કર્યો હતો. જેથી ગાંધીનગર A.C.B. એ છટકું ગોઠવ્યું હતું. જેમાં વલસાડ મામલતદાર કચેરી બહાર લાંચની રકમ સ્વીકારવા P.S.I. વાય.જે. પટેલ વતી તેમના વચેટીયા વકીલ ભરત યાદવે રૂ. 1.50 લાખની લાંચ સ્વીકારી હતી. તેને A.C.B. ની ટીમે રંગેહાથ ઝડપી લીધો હતો.
[google_ad]
ગાંધીનગર A.C.B.-1 ના છટકામાં વકીલ ઝડપાઇ ગયો હોવાની વાત વાયુવેગે પોલીસ બેડામાં ફેલાતાં વલસાડ સીટી પોલીસ મથક સહીત અનેક પોલીસ મથકોમાં સન્નાટો છવાઇ ગયો છે.
[google_ad]
From-Banaskantha update