બનાસકાંઠા ભૂસ્તર વિભાગે રેતીની ચોરી કરતાં બે ડમ્પરો ઝડપી પાડી રૂ. 6 લાખનો દંડ વસૂલ્યો

Share

 

બનાસકાંઠા ભૂસ્તર વિભાગે ગુરૂવારે વહેલી સવારે કાંકરેજના શિહોરી નજીકથી વધુ બે ડમ્પરો રેતી ચોરી કરતાં ઝડપી પાડયા છે. બંને ડમ્પરો સહીત રૂ. 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી રૂ. 6 લાખનો દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરી છે.

[google_ad]

 

 

બનાસકાંઠા ભૂસ્તર વિભાગના ભૂસ્તર શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ સતત બે દિવસથી વહેલી સવારે ખાનગી રાહે ખનીજ ચોરી કરતાં વાહનોનું ચેકીંગ હાથ ધરતાં બુધવારે ચાર ડમ્પરો ડીસા-ધાનેરા હાઇવે પરથી ઝડપાયા બાદ ગુરૂવારે પણ વહેલી સવારે ખાનગી રાહે ખાનગી વાહનમાં ચેકીંગ હાથ ધરતાં કાંકરેજના શિહોરી નજીકથી પસાર ચોરી કરતાં બે ડમ્પરો ઝડપી પાડયા હતા.

[google_ad]

 

 

 

 

 

બંને ડમ્પરો સહીત રૂ. 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી શિહોરી પોલીસ મથકે લવાયા છે અને બંને ડમ્પરોમાં થયેલી ખનીજ ચોરી બાબતે રૂ. 6 લાખનો દંડ વસૂલ કરવા કાર્યવાહી હાથ ધરાઇ છે.

[google_ad]

 

 

 

 

 

આ અંગે ભૂસ્તર શાસ્ત્રી સુભાષભાઇ જોષીએ જણાવ્યું હતું કે, ‘બનાસ નદીમાંથી થતી ખનીજ ચોરીને અટકાવવા અમારી ટીમ સતત બીજા દિવસે પણ વહેલી સવારે ખાનગી વાહનમાં ચેકીંગ હાથ ધરી કાંકરેજના શિહોરી નજીકથી બનાસ નદીમાંથી રેતી ચોરી કરતાં બે ડમ્પરો ઝડપી પાડયા હતા અને રૂ. 6 લાખનો દંડ વસૂલવા કાર્યવાહી હાથ ધરી છે.

[google_ad]

 

 

 

 

 

 

 

બનાસ નદીમાંથી કે અન્ય કોઇ ખનીજ ચોરી થતી હશે તો તેને અટકાવવા માટે અમારો વિભાગ તત્પર છે. અમોએ ડ્રોન કેમેરા, ડમ્પરમાં બેસીને અને નદીની ઝાડીયો તેમજ ખાનગી વાહનોમાં બેસીને પણ ખનીજ ચોરી અટકાવવાના પ્રયાસો હાથ ધર્યાં છે. જો કે, આગામી સમયમાં હજુ પણ ખનીજ ચોરી અટકાવવા માટે પ્રયાસો હાથ ધરાશે.

[google_ad]

 

 

 

 

 

બનાસકાંઠા ભૂસ્તર વિભાગની સતત બીજા દિવસે પણ કડક ચેકીંગના લીધે ખનીજ ચોરી કરતાં તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે. જો કે, બે દિવસમાં 6 ડમ્પરો ઝડપી રૂ. 16 લાખથી વધુનો દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરી છે.’

[google_ad]

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 

 

 


Share