માલગઢમાં પ્લોટ બાબતે યુવકને ધમકી આપી માર મારતાં બે મહીલા સહીત ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઇ

Share

ડીસા તાલુકાના માલગઢ ગામની કુડાવાળી ઢાંણીમાં ગ્રામ પંચાયત દ્વારા ફાળવાયેલ પ્લોટ ખાલી કરવા માટે ધમકી આપી માર મારવા મુદ્દે 2 મહીલા સહીત 4 વ્યક્તિઓ સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

 

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના માલગઢ ગામની કુડાવાળી ઢાંણીમાં રહેતાં હીતેન્દ્રભાઇ છોગાજી પઢિયાર (માળી) મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ 2008-09માં માલગઢ ગ્રામ પંચાયત દ્વારા પ્લોટ નં. 399ની ફાળવણી તેમના પિતાના નામે કરવામાં આવી હતી. જોકે, મંગળવારે રાત્રિના દસેક વાગ્યાની આજુબાજુ તેઓ જમીને પરિવાર સાથે ઘરે બેઠા હતા.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

તે દરમિયાન જૂના માલગઢ ગામના કપુરજી અમરાજી ઠાકોર હાથમાં ધોકો લઇ નીતાબેન કપુરજી ઠાકોર, કનુભાઇ કપુરજી ઠાકોર અને વિણાબેન કપુરજી ઠાકોર ત્યાં આવેલા અને હીતેન્દ્રભાઇને કહેવા લાગેલ કે, આ પ્લોટ ખાલી કરી જતાં રહ્યો અહીંયા ઠાકોર સિવાય કોઇને રહેવા દેવાના નથી.

Advt

[google_ad]

જેથી હીતેન્દ્રભાઇએ કહેલ કે, આ પ્લોટ ગ્રામ પંચાયત દ્વારા મારા પિતાને ફાળવવામાં આવ્યો છે તેમ કહેતાં આ તમામ ઉશ્કેરાઇ ગયા હતા અને અપશબ્દો બોલવા લાગ્યા હતા.

 

[google_ad]

અપશબ્દો બોલવાની ના પાડતાં હીતેન્દ્રભાઇને ગડદા પાટુનો માર મારી ધમકી આપી હતી. જેથી હીતેન્દ્રભાઇ ડરના માર્યા અન્ય સગાને ત્યાં જતાં રહ્યા હતા. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે જૂના માલગઢ ગામના કપુરજી અમરાજી ઠાકોર, નીતાબેન કપુરજી ઠાકોર, કનુભાઇ કપુરજી ઠાકોર અને વિણાબેન કપુરજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share