એલ.સી.બી. પોલીસની ટીમે જીપડાલામાં વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપ્યો : બે શખ્સો ફરાર

- Advertisement -
Share

એલ.સી.બી. પોલીસની ટીમ શનિવારે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે પીકઅપ જીપડાલું માંગરોળથી પિલુડા માર્કેટ વચ્ચે આવતાં ઉભુ રખાવી તલાશી લેતાં વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો. જ્યારે બે શખ્સો ફરાર છે. જેમાં પોલીસે વિદેશી દારૂ અને બિયર બોટલ નંગ-3768, પીકઅપ જીપડાલું, મોબાઇલ નંગ-1 અને પાણીની બોટલો 51 બાંધા કુલ કિંમત રૂ. 5,61,328 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે થરાદ પોલીસે ત્રણ શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો શનિવારે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે સાંચોર તરફથી એક પીકઅપ જીપડાલું નં. જીજે-06-ડબલ્યુ-9854 માં વિદેશી દારૂ ભરી આવે છે. જે બાતમીના આધારે માગંરોળ ગામ નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન પીકઅપ જીપડાલું આવતું હોઇ માંગરોળથી પીલુડા માર્કેટ વચ્ચે ઉભુ રખાવતાં નાસી છૂટેલ લાદુરામ માલારામ બિશ્રોઇ (રહે. હારીયાલી, તા. સાંચોર, જી. જાલોર, રાજસ્થાન) વાળાને ઝડપી પાડયો હતો.

[google_ad]

જ્યારે માલ ભરાવનાર મનોહરલાલ કિશનલાલ બિશ્રોઇ (રહે. પાલડી, તા. સાંચોર, જી.જાલોર, રાજસ્થાન) ફરાર છે. જ્યારે પોલીસે પીકઅપ જીપડાલામાં વિદેશી દારૂ અને બિયર બોટલ નંગ-3768 કિંમત રૂ.3,50,208, પીકઅપ જીપડાલાની કિંમત રૂ. 2,00,000, મોબાઇલ નંગ-1 કિંમત રૂ. 5,000 અને પાણીની બોટલો 51 બાધાં કિંમત રૂ. 6,120 સાથે એમ કુલ કિંમત રૂ.5,61,328 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે થરાદ પોલીસે ત્રણ શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!