એલ.સી.બી. પોલીસે કારમાં વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપ્યો

Share

એલ.સી.બી. પોલીસની ટીમ ગુરૂવારે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે થરાદ-ધાનેરા ત્રણ રસ્તા નજીક એક સ્વીફ્ટ ડીઝાયર ગાડીમાં વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો.

Advt

[google_ad]

જેમાં પોલીસે વિદેશી દારૂ-બિયર બોટલ ટીન નંગ-168, મોબાઇલ નંગ-2 અને સ્વીફ્ટ ગાડી સાથે કુલ રૂા. 2,90,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે થરાદ પોલીસે શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો ગુરૂવારે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે થરાદ-ધાનેરા ત્રણ રસ્તા પાસેથી એક સ્વીફ્ટ ડીઝાયર ગાડી નં. GJ-12-AE-8725 પસાર થતાં તેને રોકાવી તલાશી લેતાં જેમાં વિદેશી દારૂ-બિયર બોટલ ટીન નંગ-168 કિંમત રૂા. 36,000, મોબાઇલ નંગ-2 કિંમત રૂા. 6000 અને સ્વીફ્ટ ગાડીની કિંમત રૂા. 2,50,000 સાથે કુલ કિંમત રૂા. 2,90,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે ઉગાભાઇ ચોટીરભાઇ મેઘવાળ (અ.જા.) (રહે મશરીયાળી, તા. જી. ભૂજ-કચ્છ)ને ઝડપી પાડ્યો હતો. આ અંગે થરાદ પોલીસે શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share