થરાદ પોલીસે મલુપુર પાટીયા નજીકથી ગાડીમાંથી વિદેશી દારૂ સાથે 2 શખ્સોને ઝડપ્યા : એક ફરાર

Share

થરાદ પોલીસે મંગળવારે બાતમીના આધારે મલુપુર ગામના પાટીયા નજીકથી એક ગાડીમાંથી વિદેશી દારૂ સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાંથી પોલીસે ગાડી સહીત કુલ કિંમત રૂા.4,79,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે દારૂ મંગાવનાર એક શખ્સ ફરાર છે. આ અંગે થરાદ પોલીસે ત્રણ શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, થરાદ પોલીસે મંગળવારે બાતમીના આધારે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના મલુપુર ગામના પાટીયા નજીકથી રેનોલ્ટ લોજી ગાડી નં. RJ-14-TE-6850માંથી વિદેશી દારૂની પેટીઓ નંગ-10, બોટલ નંગ-372, કિંમત રૂા. 66,000ના મુદ્દામાલ સાથે ચાલક ગણેશારામ સ/ઓ હેમારામ જાટ(ચૌધરી) (રહે. બાટાડુ, તા.બાયતુ, જી.બાડમેર-રાજસ્થાન) અને જેઠારામ સ/ઓ આદુરામ જાટ(ચૌધરી) (રહે.ખીપર, ગોદારો કી ઢાંણી, તા.બાયતુ, જી.બાડમેર-રાજસ્થાન) વાળાઓને ઝડપી પાડ્યા હતા.

[google_ad]

જ્યારે પોલીસે ગાડી સહીત કુલ કિંમત રૂા.4,79,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર વસતારામ (રહે. સંતરા, તા.ગીડા, જી.બાડમેર-રાજસ્થાન, હાલ રહે. અમદાવાદ) ઝડપાયો નથી. આ અંગે થરાદ પોલીસે ત્રણ શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share