પાલનપુરના વેડંચાથી હોડા માર્ગ પર નાળાનો એપ્રોચ રોડ તુટી જતા પાંચ ગામોનો રસ્તો થયો બંધ

Share

પાલનપુરના વેડંચાથી હોડા માર્ગ પર બનાવેલ નાળાનો એપ્રોચ રોડ પ્રથમ ચોમાસે જ ભારે વરસાદના કારણે તૂટતાં પાંચ ગામનો રસ્તો બંધ થઇ ગયો છે. જેમાં વેડંચાથી હોડા વચ્ચે લડબી નદી પર બનાવેલ પ્રથમ ચોમાસે જ એપ્રોચ રોડ ભારે વરસાદના પગલે ધોવાતાં અવર-જવર કરતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જોકે, અગાઉ પણ આ નાળુ સામાન્ય વરસાદમાં ધોવાતાં લોકોને ભારે હાલાકી પડી હતી.

 

[google_ad]

પાલનપુરના વેડંચાથી હોડા માર્ગ પર બનાવેલ નાળાનો એપ્રોચ રોડ પ્રથમ ચોમાસે જ તૂટતાં લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠયો છે. જ્યારે પાંચ ગામનો રસ્તો બંધ થતાં લોકો સંપર્ક વિહોણા બની ગયા છે. જ્યારે વેડંચાથી હોડા વચ્ચે લડબી નદી પર બનાવેલ એપ્રોચ રોડ ભારે વરસાદના કારણે ધોવાતાં અવર-જવર કરતાં રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

advt

[google_ad]

જ્યારે અગાઉ પણ આ નાળુ સામાન્ય વરસાદમાં ધોવાતાં રાહદારીઓને ભારે હાલાકી પડી હતી. નાળાનું કામ હલકી કક્ષાનું કરાયું હતું. જેથી વારંવાર નાળુ તૂટવાથી લોકોને આ સમસ્યા ભોગવવી પડે છે. જેથી સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે.

[google_ad]

વરસાદમાં નાળુ તૂટી જતાં પાંચ ગામ સહીત ખેડૂતોનો રસ્તો બંધ થયો છે. જ્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટર સામે કડકમાં કડક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે. જોકે, કોન્ટ્રાક્ટર દ્વારા રોડ બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા માર્ગ અને મકાનને કરોડો રૂપિયાની ગ્રાન્ટોની ફાળવણી કરે છે. પરંતુ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તા કામ કરીને જતાં રહે છે. જ્યારે થોડા દિવસ બાદ રોડ સામાન્ય વરસાદમાં તૂટવા લાગે છે. જેથી આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર સામે કડકમાં કડક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.

 

From – Banaskantha Update


Share