ભાભરમાં તસ્કરો બનાયા બેફામ : એક જ રાત્રીમાં 8 દુકાનોમાં ચોરી

Share

ગતરાત્રે ભાભરમાં વાવ રોડ પર આવેલ આઠ દુકાનોના છતના પતરા તોડી અજાણ્યા ઇસમોએ કરી ચોરી. ચોરીના બનાવથી શહેરીજનો અને વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

 

[google_ad]

દુકાનોમાંથી ડી.વી.આર સહિત કેટલીક રોકડ રકમ ચોરી કરી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. દુકાનદારોને વહેલી સવારે દુકાનો ખોલી ત્યારે ચોરી થયા હોવાની ખબર પડતાં ભાભર પોલીસને જાણ કરાઈ હતી અને સવારે લેખિત રજૂઆત કરી છે.

[google_ad]

પરંતુ હજુ સુધી પોલીસ FIR નોંધાઇ નથી. ભાભરમાં રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ કરવા વહેપારીઓની માંગ ઊઠી રહી છે. એક જ રાત્રે આઠ દુકાનોના છતના પતરાં તુટતા નગરજનોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

 

From – Banaskantha Update


Share