ઉત્તર ગુજરાતમાં જળસંકટના એંધાણથી ખેડૂતો ચિંતિત : સપ્ટેમ્બરમાં પાણીની આવક નહીં થાય તો સિંચાઇનો પ્રશ્ન ઉભો થશે

Share

ઉપરવાસમાં પણ ખેંચાતાં વરસાદના કારણે ઉત્તર ગુજરાત માટે ચિંતાજનક સ્થિતિ બની રહી છે. ઓગસ્ટ પૂરો થવા આવ્યો છતાં ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં હજુ પાણીની આવક થઇ નથી. જેના કારણે હાલમાં માત્ર 23.90% પાણીનો જથ્થો બચ્યો છે. ગત વર્ષે સારા વરસાદના કારણે 15 જળાશયોમાં 46.15% જળસંગ્રહ થયું હતું.

[google_ad]

15 જળાશયોની સ્થિતિ જોઇએ તો, ગત વર્ષે ઓગસ્ટના ચોથા સપ્તાહની શરૂઆતમાં 8 ડેમમાં 51%થી વધુ પાણી હતું. જેમાં 70%થી વધુ જળસંગ્રહ ધરાવતાં 5 ડેમને એલર્ટ અપાયું હતું. તેની સામે હાલમાં 9 ડેમમાં 25% થી ઓછું પાણી છે. જે આગામી સિઝન માટે પડકારરૂપ છે.

[google_ad]

Advt

ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાતની 11 મોટી યોજનાથી 37 તાલુકાના 672 ગામની 2,88,778 હેક્ટર જમીનને સિંચાઇનું પાણી અપાય છે. જો, સપ્ટેમ્બરમાં પાણીની આવક નહીં થાય તો સિંચાઇનો પ્રશ્ન ઉભો થશે. ગત વર્ષે કુલ જળસંગ્રહના 35% જેટલા પાણીની આવક સપ્ટેમ્બર મહિનામાં થઇ હતી.

[google_ad]

 

ઉ.ગુ.માં જળ સંગ્રહની સ્થિતિ

જીલ્લો ડેમ 2020 2021
મહેસાણા 1 58.42% 33.21%
બનાસકાંઠા 3 11.10% 6.54%
સાબરકાંઠા 5 42.28% 15.17%
અરવલ્લી 6 72.44% 32.20%
કુલ 15 46.15% 23.90%

 

672 ગામની 2.88 લાખ હેક્ટરને સિંચાઇનું પાણી અપાય છે

ડેમ તાલુકા ગામ વિસ્તાર(હેક્ટરમાં)
ધરોઇ 7 177 82599
દાંતીવાડા 6 110 59895
સીપુ 1 25 16000
મુક્તેશ્વર 2 31 6186
હરણાવ-2 2 25 4,040
હાથમતી 8 130 51,667
માઝુમ 1 17 6,287
મેશ્વો 3 44 28,369
વૈડી 1 16 2,013
વાત્રક 4 75 22,977
સરસ્વતી બેરેજ
જળાશય 2 22 8,745
કુલ 37 672 2,88,778

 

[google_ad]

ગત વર્ષની સરખામણીને 15 જળાશયોની સ્થિતિ

જળાશય 2020 2021
ધરોઇ 58.42% 33.21%
દાંતીવાડા 13.98% 8.35%
સીપ 5.51% 0.77%
મુક્તેશ્વર 3.80% 13.49%
ગુહાઇ 23.73% 10.95%
જવાનપુરા 10.52% 5.81%
હરણાવ-2 97.27% 29.86%
ખેડવા 63.36% 12.12%
ગોરઠીયા 42.89% 19.52%
વાત્રક 62.13% 30.34%
માઝુમ 71.03% 34.66%
હાથમતી 83.35% 32.38%
લાંક 27.68% 0.29%
મેશ્વો 80.85% 42.67%

[google_ad]

ગત વર્ષની સરખામણી જળ સંગ્રહ

ટકાવારી 2020 2021
25% થી ઓછું 500.00% 900.00%
26% થી 50% 200.00% 600.00%
51% થી 75% 500.00% 0.00%
75% થી વધુ 300.00% 0.00%

 

From – Banaskantha Update
​​​​​​​


Share