ગાંધીનગરમાં કોંગ્રેસમાં વિરોધની આગ ભભૂકી : 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ માટે કપરાં ચઢાણ

Share

ગાંધીનગર જીલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે અને છાલા જીલ્લા પંચાયતની બેઠકના ઉમેદવારે રાજીનામું આપી દેતાં કોંગ્રેસમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. જીલ્લા પ્રમુખની મનમાની અને જોહૂકમી સામે કાર્યકરોમાં તીવ્ર અસંતોષ જોવા મળી રહ્યો છે અને પ્રમુખ સામે વિરોધ-વંટોળ ઉગ્ર બની રહ્યો છે. હાલ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભી સામે કોંગ્રેસમાં વિરોધની આગ ભભૂકી ઊઠી છે અને આવનારા દિવસોમાં નવા-જૂની થવાના પણ એંધાણ છે.

[google_ad]

છાલા બેઠકના કોંગ્રેસના જીલ્લા પંચાયતના ઉમેદવાર શનાભાઈ પટેલે રાજીનામું આપી દેતાં કોંગ્રેસમાં સોંપો પડી ગયો છે. આ એક રાજીનામા ના ઘેરા પ્રત્યાઘાતપડયા છે. શનાભાઇએ રાજકીય સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. અને જીલ્લા પ્રમુખ સામે છૂપો વિરોધ વ્યક્ત કર્યો છે.

[google_ad]

Advt

જીલ્લા પ્રમુખ સૂર્યસિંહ ડાભી પોતે ગાંધીનગર તાલુકાના હોવા છતાં જીલ્લા પંચાયતની ચૂંટણીમાં કડજાદરા બેઠક ઉપર ચૂંટણી લડયા હતા અને કારમી હાર થઈ હતી. કોંગ્રેસ પ્રમુખને આયાતી ઉમેદવાર તરીકે કડજાદરા બેઠક ઉપર મૂક્યા ત્યારે જ કાર્યકરોમાં તીવ્ર અસંતોષ હતો. એટલે તેઓ નિષ્ક્રિય બની ગયા હતા.

[google_ad]

 

આ ઉપરાંત સમજુ મતદારોએ પણ આયાતી ઉમેદવારને જાકારો આપ્યો હતો અને પ્રમુખને કારમી હારનો સામનો કરવો પડયો હતો . કોંગ્રેસને માત્ર 9 બેઠકો મળી હતી અને સત્તામાં આવવાનું સપનું માત્ર સપનું જ રહ્યું હતું.

[google_ad]

 

હવે 2022ની વિધાનસભાની ચૂંટણી આડે 15 મહિના જેટલો સમય રહ્યો છે ત્યારે કોંગ્રેસ આવા જીલ્લા પ્રમુખના નેતૃત્વમાં કંઈ ઉકાળી શકે તેમ નથી તેવું કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે . અને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે કોગ્રેસના કાર્યકરોએ મોરચો માંડયો છે.

[google_ad]

 

ગાંધીનગર જીલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે અને જીલ્લા પ્રમુખની કાર્ય પદ્ધતિ સામે કાર્યકરો સવાલો ઉઠાવી રહ્યા છે ત્યારે હાઈકમાન્ડ તાકીદે રસ લઈને ડેમેજ કંટ્રોલ કરે તેવું કાર્યકરો ઈચ્છી રહ્યાં છે.

 

From – Banaskantha Update

 

 


Share