ડીસામાં ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના 8 પ્રશ્નોને લઇ મામલતદાર કચેરીએ આવેદનપત્ર અપાયું

Share

ડીસામાં ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના અલગ-અલગ 8 પ્રશ્નોને લઇ ડીસા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને જો સરકાર આ તમામ પ્રશ્નોનો 15 દિવસ સુધીમાં નિરાકરણ નહિ લાવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

[google_ad]

સમગ્ર બનાસકાંઠા જિલ્લો આમ તો પછાત ગણવામાં આવે છે અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો મોટાભાગે ખેતી તેમજ પશુપાલન સાથે સંકળાયેલા છે. ખેડૂતોના પ્રશ્નોની વાચા સરકાર સુધી પહોંચાડનાર એવું ભારતીય કિસાન સંઘએ ખેડૂતોના ભણતર અલગ-અલગ પ્રશ્નોનું અનેકવાર લિખિત રજૂઆતો કરી છે.

[google_ad]

પરંતુ આજ દિન સુધી સરકાર દ્વારા આ તમામ પડતર પ્રશ્નો નિરાકરણ લાવી નથી ત્યારે આજે ફરી ઉષા ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના અલગ-અલગ 8 પ્રશ્નોની રજૂઆત સાથે સલામ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. તેમજ સરકાર 15 દિવસમાં આ તમામ પ્રશ્નો નિરાકરણ નહિ આવે આગામી સમયમાં જય કિસાન સંઘ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

[google_ad]

પડતર પ્રશ્નો

(1) સમાન સિંચાઈ દર સમાન વીજ દર કરી આપવા.
(2) ખેતીવાડીમાં થ્રી ફેજ મીટરમાં ફિક્સ ચાર્જ નાબૂદ કરવો.
(3) રીસર્વેની અસંખ્ય ભૂલો સત્વરે સુધારવી.
(4) ખેત પેદાશના પોષણસમ ભાવ મળતા નથી.
(5) દિવેલાના ટેકાના ભાવ સત્વરે જાહેર કરવા.
(6) દાંતીવાડા ડેમ અને સિપુ ડેમમાં કેનાલ મારફતે પાણી નાખી બનાસ નદી જીવિત કરવી
(7) બટાટાના ભાવ તળીએ બેસી જતા ખેડૂતોને આર્થિક પેકેજ જાહેર કરવા ગુજરાત સરકારને વિનંતી.
(8) બનાસકાંઠા જિલ્લામાં પાછોતરો વરસાદ ખેંચાતા દુષ્કાળની પરિસ્થિતિ ઉભી થઇ છે તો તેના માટે ગુજરાત સરકાર યોગ્ય સહાય તેમજ પેકેજ જાહેર કરે.

 

From – Banaskantha Update


Share