ડીસા: પેટ્રોલ પંપોના વેટના 3.46 કરોડ નાણાંની છેતરપીંડી કરનાર એકાઉન્ટન્ટની ધરપકડ કરાઈ

Share

બનાસકાંઠા જિલ્લાના 5 પેટ્રોલ પંપના વેટ અને ઇન્કમટેક્સના નાણાં કચેરીમાં ભરવાની જગ્યાએ બારોબાર ચાંઉ કરી જનાર એકાઉટન્ટની ડીસા ઉત્તર પોલીસે ધરપકડ કરી. બાદમાં રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

બનાસકાંઠા જિલ્લાના 5 પેટ્રોલ પંપના વેટ અને ઇન્કમટેક્સ નાણાં ઓનલાઇન ભરવાની જગ્યાએ પેટ્રોલ પંપ માલિકો પાસેથી રોકડા મંગાવી વર્ષ 2016-17થી વર્ષ 2020-12ના નાણા કચેરીમાં જમા ન કરાવી રૂપિયા 3.46 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

આ અંગે કંસારીના લાભ પેટ્રોલ પંપના મેનેજર કરશનભાઈ ચૌધરીએ ડીસાના ટેક્સ કન્સલ્ટન્ટના એકાઉન્ટન્ટ સામે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે એકાઉન્ટન્ટ સાગર હરેશભાઈ બનાવાલાની આજે ધરપકડ કરી હતી. ડીસા ઉત્તર પી.આઇ જે.વાય. ચૌહાણના જણાવ્યા મુજબ સાગર બનાવાલાની ધરપકડ કરી તેને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

 

From – Banaskantha Update


Share