ડીસાની સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલમાં સાયન્સ કોલેજને મંજૂરી પત્ર મળ્યો : ડીસાના ધારાસભ્યની અધ્યક્ષસ્થાને કોલેજનું ઉદ્ધાટન કરાયું

- Advertisement -
Share

સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ડીસાના મેનેજિંગ ટ્રસ્ટી ત્ર્યંબકલાલ જેઠાલાલ પટેલનું સરદાર પટેલ વિદ્યાસંકુલમાં સાયન્સ કોલેજ શરૂ કરવાનું સ્વપ્ન હતું. આ સ્વપ્નને સાકાર કરવા માટે ટ્રસ્ટી મંડળે ભગીરથ પ્રયત્નો કર્યા હતાં. જેના ફળસ્વરૂપે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ ટ્રસ્ટને પરાગભાઇ ત્ર્યંબકલાલ પટેલ સાયન્સ કોલેજની મંજુરી આપેલ છે. યુનિવર્સિટીની કારોબારીના સક્રિય અને ઉત્સાહી ઇ.સી. મેમ્બર હરેશભાઇ ચૌધરી યુનિવર્સિટીનો મંજુરી પત્ર ટ્રસ્ટિ આશુતોષભાઇ વિનોદચંદ્ર પટેલને સુપરત કરીને નવી કોલેજ માટે ટ્રસ્ટી મંડળને શુભેચ્છાઓ પાઠવી હતી.

[google_ad]

 

ડીસા નગરપાલિકા સંચાલિત સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલમાં સેલ્ફ ફાયનાન્સ સાયન્સ કોલેજની માંગ કરવામાં આવી હતી.જેની સરકારે મંજૂરી આપતા જેનું આજે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.

[google_ad]

 

ઉત્તર ગુજરાતના વેપારી મથક ડીસા શહેર સહિત સમગ્ર તાલુકામાં એક પણ સાયન્સ કોલેજ આવેલી નથી. જેના કારણે ડીસા સહિત આજુબાજુના વિદ્યાર્થીઓને સાયન્સ કોલેજમાં એડમિશન માટે બહાર જવું પડતું હતું તેમજ જે ગરીબ તેમજ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને કોલેજની મોંઘી ફી હોવાથી વિદ્યાર્થીઓ ભણી શકતા ન હતા જેને લઇને ડીસામાં સાયન્સ કોલેજ બનાવવામાં આવે તેવી લોકોની રજૂઆત હતી જેને લઇને ડીસા નગરપાલિકા અને ડીસાના ધારાસભ્ય દ્વારા ડીસાને સાયન્સ કોલેજ મળી રહે તે માટે સરકારમાં અનેક વાર રજૂઆત કરવામાં આવી હતી. અને ડીસા નગરપાલિકા સંચાલીત સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલમાં જ સાયન્સ કોલેજ બનાવવા માટેની કરવામાં આવેલી રજૂઆતને લઈ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સેનેટસભ્ય હરેશભાઈ ચૌધરી અન્ય સાયન્સ કોલેજની ટીમોને લઈ ડીસા નગરપાલિકા સંચાલિત સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

[google_ad]

ત્યાર બાદ નગરપાલિકા દ્વારા તેમજ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાની રજુઆતને ધ્યાને લઇ સરકાર દ્વારા સેલ્ફ ફાયનાન્સ સાયન્સ કોલેજ ની ડીસા નગરપાલિકા સંચાલિત સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલમાં મંજૂરી આપવામાં આવી હતી.જેનું આજ રોજ ડીસા ના ધારાસભ્ય શશીકાંત પંડ્યા તેમજ નવનિયુક્ત બનેલા શિક્ષણ સમિતિના ચેરમેન વાસુભાઈ મોઢના વરદ હસ્તે શુક્રવારે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. ડીસા નગરપાલિકા સંચાલિત સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલમાં સેલ્ફ ફાયનાન્સ સાયન્સ કોલેજ ચાલુ થશે તો ડીસા શહેરમાં મોટાભાગે ગરીબ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે.તેમજ ડીસા સહિત આજુબાજુના વિદ્યાર્થીઓને સાયન્સ કોલેજમાં એડમિશ માટે બહાર જવુ નહિ પડે.

[google_ad]

Advt

સાયન્સ કોલેજ ચાલુ થવાથી વિદ્યાર્થીઓ સારો અભ્યાસ કરી આગળ વધી શકશે. શુક્રવારે સાયન્સ કોલેજના ઉદ્ઘાટન પ્રસંગે જીલ્લા ભાજપના ઉપાધ્યક્ષ કૈલાસભાઈ ગેલોત,
જીલ્લા ભાજપના ઉપાધ્યક્ષ રીટાબેન પટેલ ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર, નગરપાલિકા ચીફ ઓફિસર ભૂપેન્દ્ર ગઢવી, ડીસા શહેર પ્રમુખ પ્રતિકભાઇ પઢીયાર, મહામંત્રી હકમાજી જોષી,રાકેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા તેમજ લોકો હાજર રહ્યા હતા.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!