પાલનપુર માર્કેટયાર્ડના 463 બોગસ મતદારોના નામ રદ થતાં વેપારીઓની જીત થઇ

- Advertisement -
Share

પાલનપુર માર્કેટયાર્ડની ચૂંટણીમાં પ્રથમ મતદાર યાદીમાં બોગસ મતદારોનો સમાવેશ કરવાને લઈ ભારે વિવાદ સર્જાયો હતો. જેમાં વેપારી વિભાગ સહિતના વિભાગોમાં સમાવિષ્ટ બોગસ મતદારોના નામ કમી કરવા વાંધા સૂચનો રજૂ થયા હતા તેમજ માર્કેટયાર્ડના વેપારીઓએ ડમી મતદારોના નામ રદ કરવાની માંગ સાથે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જતા જીલ્લા રજીસ્ટાર દ્રારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ખેડૂત વેપારી અને ખરીદ વેચાણ વિભાગમાં બોગસ મતદારો જણાઈ આવતા પ્રથમ યાદીમાં જાહેર કરાયેલા 463 મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે.

[google_ad]

 

 

માર્કેટયાર્ડના નવા સંચાલક મંડળની ચૂંટણીને લઈને પ્રથમ પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ હતી. જેમાં માર્કેટયાર્ડના શાસકો દ્રારા વેપારી વિભાગમાં 181,ખેડૂત વિભાગ તેમજ ખરીદ વેચાણ વિભાગમાં બોગસ મતદારોના નામ સમાવવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે વાંધા સુચનો રજૂ થયા હતા અને આ બોગસ મતદારોના નામો કમી કરવાની માંગ સાથે વેપારીઓ દ્રારા અચોક્કસ મુદતની હળતાલ પાડવામાં આવતા જીલ્લા રજીસ્ટાર દ્રારા ટીમો બનાવીને વાંધા સૂચનોની ખરાઈ કરવામાં આવતા 3 વિભાગમાં 463 બોગસ મતદારો જણાઈ આવતા ખેડૂત વિભાગની 5 મંડળીના 105,વેપારી વિભાગમાં 181 અને ખરીદ વેચાણ વિભાગની 9 મંડળીના 177 મતદારોના નામ કમી કરીને સુધારાવાળી બીજી મતદાર યાદી જાહેર કરાઈ છે.

[google_ad]

Advt

 

માર્કેટયાર્ડના ખેડૂત વિભાગમાં નવા કૃષિ કાયદા મુજબ જીલ્લા રજીસ્ટ્રારે નવા 181 લાયસન્સ આપ્યા હતા. જે તેમણે મંજુર કર્યા હતા. માર્કેટયાર્ડે તો માત્ર તેમની ફી લીધી હતી. આ 181 લાયસન્સ તેમણે રદ કર્યા છે. આ ઉપરાંત 7 ફળ- શાકભાજી મંડળી, 2 જૂથ તેલબિયા મંડળી અને 5 સેવા- સહકારી મંડળીઓ રદ કરવામાં આવી છે.

[google_ad]

 

આ અંગે વેપારી આગેવાને જણાવ્યું હતું કે, બોગસ મતદાર યાદી બહાર પાડીને વેપારીઓ સાથે અન્યાય કરવામાં આવ્યો હતો. આ ન્યાયની આ લડાઈમાં સત્યની જીત થઇ છે. અમે પાંચ દિવસ પેઢીઓ બંધ રાખીને 3 કરોડથી વધુનું નુકસાન વેઠયું છે. અમે જીલ્લા રજીસ્ટ્રારને આ બાબતે આભાર પણ વ્યક્ત કર્યો છે.

[google_ad]

 

 

ધી ભટામલ મોટી ફળ અને શાકભાજી ખરીદ-વેચાણ અને રૂપાંતર સહકારી મંડળી લી., મુ. મોટી ભટામલ
ધી ખેમાણા ફળ અને શાકભાજી ખરીદ-વેચાણ અને રૂપાંતર સહકારી મંડળી લી., મુ. ખેમાણા
ધી સુરજપુરા ફળ અને શાકભાજી ઉત્પાદક સહકારી મંડળી લી. સુરજપુરા, પો. ખેમાતા
ધી લાલાવાડા ફળ અને શાકભાજી ઉત્પાદક સહકારી મંડળી લી., મુ. લાલાવાડા, પાલનપુર
ધી આકેડી જૂથ તેલિબીયા ઉત્પાદક સહકારી મંડળી લી. મુ. આકેડી, પો. ભુતેડી, તા.પાલનપુર
ધી કોટડા(ભા) ફળ અને શાકભાજી ઉત્પાદક રૂપાંતર સહકારી મંડળી લી., મુ. કોટડા, પો.મડાણા
ધી અર્બુદા ફળ અને શાકભાજી ઉત્પાદન ખરીદ વેચાણ અને રૂપાંતર સહકારી મંડળી લી., મુ. પો., ભૂતડી
ધી આકેડી ફળ અને શાકભાજી ઉત્પાદક ખરીદ વેચાણ અને રૂપાંતર સહકારી મંડળી લી., મુ.આકેડી ,પો. ભુતેડી, તા.પાલનપુર
ધી આકેડી જૂથ તેલિબીયા ઉત્પાદક સહકારી મંડળી લી., મુ.આકેડી, પો. ભુતેડી, પાલનપુર

શ્રી ચામુંડા ગ્રુપ ખેડૂત સેવા સહકારી મંડળી લિ., મુ.પો. ખેમાણા, (મતદાર-21)
ધી અંબિકા વિવિધ કાર્યકારી ખેડૂત સેવા સહકારી મંડળી લિ., મુ.પો કોટડા, તા. પાલનપુર (મતદાર-21)
ધી અર્બુદા વિભાગીય જુથ સેવા સહકારી મંડળી લિ., મુ.પો. ભટામલ મોટી, તા.પાલનપુર (મતદાર-21)
ધી ઢેલાણા સેવા સહકારી મંડળી લિ., મુ.પો ઢેલાણા, પાલનપુર(મતદાર-21)
ધી અસમાપુરા ગોળા સેવા સહકારી મંડળી લિ., મુ.પો. અસમાપુરા, ગોળા, તા.પાલનપુર (મતદાર-21)

From –Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!