શેરપુરા ગામમાં શિક્ષિત ખેડૂત દ્વારા તૈયાર કરાયેલ ખેત તલાવડીનું લોકાર્પણ કરાયું

- Advertisement -
Share

સમગ્ર ગુજરાતમાં આત્મનિર્ભર બની અને ડીસા તાલુકાના શેરપુરા ગામના શિક્ષિત ખેડૂત દ્વારા પોતાના ખેતરમાં બે ફૂટ ઉંડી ખેત તલાવડી છેલ્લા ત્રણ માસથી કામગીરી ચાલી રહી હતી. ખેડૂત દ્વારા કોઇપણ જાતની સરકારી સહાય વગર પોતાના ખર્ચે બનાવેલા ખેત તલાવડી અને ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા મુલાકાત લીધી હતી

[google_ad]

 

અને જાગૃત શિક્ષિત ખેડૂત દ્વારા આત્મનિર્ભર બની અને વરસાદી પાણીનો સંગ્રહ કરી અને પોતાના ખેતરમાં 12 માસ પિયત કરી શકે તે હેતુથી ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવિણભાઇ માળીના માર્ગદર્શન હેઠળ ખેત તલાવડી બનાવવાની શરૂઆત કરાઇ હતી. જેમાં ખેતરની જમીનમાં 32 ફૂટ ઉંડુ કરી અને ઇંટો પાથરી પ્લાસ્ટીક મૂકી અને આજુબાજુમાં સિમેન્ટથી પ્રોટેક્શન દિવાલ બનાવી તેમજ ખેત તલાવડી તૈયાર કરાઇ હતી.

[google_ad]

 

જે ખેત તલાવડીનું શુક્રવારે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ પાણી પુરવઠા મંત્રી હરજીવનભાઇ પટેલના હસ્તે રીબીન કાપી લોકાર્પણ કરાયું હતું. જે કાર્યક્રમમાં ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવિણભાઇ માળીના જન્મ દિવસ નિમિત્તે કેક કાપી ઉપસ્થિત લોકોને મોં મીઠું કરાવ્યું હતું અને પ્રવિણભાઇ માળી દ્વારા પણ ખેડૂત દ્વારા તૈયાર કરાયેલ ખેત તલાવડીની અન્ય ખેડૂત મિત્રો પણ પ્રેરણા મેળવી અને ખેત તલાવડી બનાવવાની શરૂઆત કરે તેવું આહવાન કરાયું હતું.

[google_ad]

આ પ્રસંગે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવિણભાઇ માળી, ઠાકોર સમાજના આગેવાન લેબજીજી ઠાકોર, વોર્ડ નં. 3 ના અપક્ષ સદસ્ય રમેશભાઇ રાણા, નગરપાલિકાના વોર્ડ નં. 4ના સદસ્ય ચેતનભાઇ ત્રિવેદી, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ સંજયભાઇ બ્રહ્મભટ્ટ અને શેરપુરા ગ્રામજનો સહીત આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે શેરપુરા ગામના જાગૃત શિક્ષિત ખેડૂત અણદાભાઇ જાટ દ્વારા તૈયાર કરવામાં આવેલી ખેત તલાવડીને લઇને ઉપસ્થિત મહેમાનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!