બનાસકાંઠામાં સંભવિત કોરોનાની ત્રીજી લહેરને લઇ તંત્રની તડામાર તૈયારીઓ શરુ કરાઇ

- Advertisement -
Share

કોરોનાની બીજી વેવમાં અનેક લોકો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. હોસ્પિટલમાં બેડ ખૂટ્યા, જ્યારે અનેક લોકોએ પ્રાણ ગુમાવ્યા. નિષ્ણાંતોના મુજબ સંભવિત ત્રીજી વેવ ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધી ભારતમાં આવશે. કોરોનાની ત્રીજી વેવને લઈ લોકોમાં ભય છે, પરંતુ કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. બનાસકાંઠા જીલ્લામાં ગ્રામીણ વસ્તી વધુ છે. જેથી ગ્રામીણ વિસ્તારોમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર ઓક્સિજન પ્લાન્ટથી લઈ બેડ સુધી પાઈપલાઈન નાખવામાં આવી છે. જેથી તમામ બેડ સુધી ઓક્સિજન પહોંચી શકે.

[google_ad]

કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થાય તેવી શકયતા મેડીકલ નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેને લઈ બાળકો માટે કોરોનાની ત્રીજી લહેર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જે ઉપરાંત કોરોનાની બીજી લહેરમાં શબ વાહીનીઓ તેમજ શમશાન બહાર પણ લાઈનો લાગતી હતી. જે મામલે પણ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

[google_ad]

ત્રીજી વેવની તૈયારીઓને લઈને બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, જીલ્લામાં સંભવિત ત્રીજી લહેરને લઇને તૈયારીઓ હાથ ધરાઇ છે. સેંકેન્ડ વેવમાં જે બેડ કેપેસિટી હતી એને ઘણી સારી સંખ્યામાં એન્ક્રીજ કરી રહ્યા છે. ખાનગી અને સરકારીમાં 2500 જેટલા ઓક્સિજન બેડ અને વીજ 1500 એટલે ટોટલ 4000 જેટલા બેડ ઉપલબ્ધ રહે એ તૈયારીઓ હાલ ચાલી રહી છે. સિવિલ જે મુખ્ય હોસ્પિટલમાં ઓક્સિજન બેડ વધારવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. કોઇ દર્દી ક્રિટિકલ હાલતમાં હોય તો અહીં લાવી શકાય.

[google_ad]

કલેક્ટર આનંદ પટેલે વધુમાં જણાવ્યું કે, આ ઉપરાંત પી.એસ.એ. પ્લાન્ટ ઓક્સિજન જનેટર પ્લાન્ટ એક એક તાલુકા તૈયાર કરવા કામગીરી હાથ ધરાઇ છે. 10 જેટલા પી.એસ.એ. પ્લાન્ટ અત્યાર સુધીમાં આપણા હવાલે મુકવામાં આવેલા છે તેની સ્ટોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. એ ઉપરાંત 10 જેટલા પી.એસ.એ. પ્લાન્ટ અલગ અલગ જગ્યાએ સ્ટોલ થાય એ પ્રમાણેની કાર્યવાહી અલગ અલગ તબક્કે હાથ ધરવામાં આવી રહી છે.

[google_ad]

Advt

 

250 જેટલા ઓક્સિજન કોન્સન્ટટ્રેટર પણ આપણા હસ્તકત કરવામાં આવેલા છે જેથી કરી વાઈલ્ડ અથવા એસીન પ્રોમેટિક માણસોની જરૂરિયાત લાગે તો એટલા પેસેન્ટને આપણે સાચવીએ શકીએ, ટ્રેનિંગ પણ અગત્યનો પાઠ છે એટલા માટે સરકારી જેટલા પણ ડોક્ટર છે તેમને અત્યારથી જ ટ્રેન કરવામાં આવે છે. 50 જેટલા આપણી પાસે પીડિયાર્ટિક ડોક્ટર છે. તેમને પણ તૈયાર રહેવા માટે અમે ચર્ચાઓ કરેલી છે. સરકારી જે ડોક્ટર છે પીડિયાર્ટિક કેશ હેન્ડલ કરવા માટેની અલગ અલગ તબક્કે તાલીમ આપેલી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!