જનરલ બિપિનના નિધન બાદ જે પદ ખાલી હતું ત્યાં દેશને નવા CDS અનિલ ચૌહાણ મળ્યા

- Advertisement -
Share

ઇસ્ટર્ન કમાન્ડના ઓફીસર કમાન્ડિંગ-ઇન-ચીફ રહી ચૂક્યા છે

 

ભારત સરકારે નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણને નવા ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ (CDS) તરીકે નિયુક્ત કર્યાં છે. તેઓ લશ્કરી બાબતોના વિભાગના સચિવ તરીકે પણ કામ કરશે. જનરલ બિપિન રાવતના નિધન બાદ CDS નું પદ ખાલી થયું હતું. ચૌહાણ દેશના બીજા સીડીએસ હશે.

લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ ઇસ્ટર્ન કમાન્ડના ઓફીસર કમાન્ડિંગ-ઇન-ચીફ રહી ચૂક્યા છે. તેમણે તા. 1 સપ્ટેમ્બર 2019 ના રોજ આ પદ સંભાળ્યું હતું.
તેઓ ભારતીય સેનાના ડી.જી.એમ.ઓ રહી ચૂક્યા છે. લેફ્ટનન્ટ જનરલ ચૌહાણે 1981 થી 2021 સુધી સેનામાં વિવિધ હોદ્દાઓ સંભાળ્યા હતા.
તેમને પરમ વિશિષ્ઠ સેવા મેડલ, ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, અતિ વિશિષ્ઠ સેવા મેડલ, સેના મેડલ, વિશિષ્ઠ સેવા મેડલ મળ્યા છે.

જરાલાલ બિપિન રાવતનું તા. 1 ડિસેમ્બર 2021 ના રોજ તમિલનાડુના કુન્નુરમાં લગભગ 12:20 વાગ્યે હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું હતું.
જનરલ બિપિન રાવતના મૃત્યુના સમાચાર તા. 8 ડિસેમ્બર 2021 ના રોજ સત્તાવાર બન્યા હતા. તેઓ દેશના પહેલા ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ એટલે કે CDS હતા. જનરલ રાવતની પત્ની મધુલિકા રાવત સહીત આ દુર્ઘટનામાં 14 લોકોના મોત નિપજ્યા હતા.

 

દેશના ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ એ ભારતીય સશસ્ત્ર દળોના લશ્કરી વડા અને ભારતીય સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ હોય છે.

 

ચીફ ઓફ ડીફેન્સ એક ચાર સ્ટાર જનરલ છે. CDS સંરક્ષણ મંત્રાલય દ્વારા બનાવેલો નવો વિભાગ ડીપાર્ટમેન્ટ ઓફ મિલિટ્રી અફેયર્સના પ્રમુખ હોય છે.

 

સંરક્ષણ મંત્રાલયમાં પહેલાથી ચાર વિભાગ હતા- ડીપાર્ટમેન્ટ ઓફ ડીફેન્સ, ડીપાર્ટમેન્ટ ઓફ ડીફેન્સ પ્રોડક્શન, ડીપાર્ટમેન્ટ ઓફ એક્સ સર્વિસમેન વેલફેર અને ડી.આર.ડી.ઓ., હવે પાંચમા નવા વિભાગ ડીપાર્ટમેન્ટ ઓફ મિલિટ્રી અફેયર્સના વડા ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફને બનાવ્યા છે.
સશસ્ત્ર દળો વચ્ચે જરૂરી તાલમેલ લાવવા માટે CDS ની નિયુક્તિ કરવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય સૈન્યમાં જોઇન્ટમેનશિપ વધારવાનો છે. જેનાથી સંસાધનોનો બગાડ અને નિર્ણય લેવામાં વિલંબ થતો અટકાવી શકાય.
ડીસેમ્બર 2019 માં જનરલ બિપિન રાવતને દેશના પ્રથમ ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

 

ઘણીવાર લોકોને એવી ગેરસમજ થાય છે કે ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ પણ ત્રણેય સેનાના વડા છે, પરંતુ એવું નથી. આ બંનેની ભૂમિકાઓ વચ્ચે તફાવત છે.

 

CDS કોઇપણ પ્રકારની ઓપરેશનલ અથવા મિલિટરી કમાન્ડ આપી શકતા નથી. એટલે કે તે ત્રણેય સેનાના વડાઓ પર કોઈ લશ્કરી આદેશ જારી કરી શકે નહીં.

 

CDSનું કામ સેન્ય આદેશ જાહેર કરવાને બદલે ત્રણેય સેવાઓ સંબંધિત બાબતોમાં સરકારને નિષ્પક્ષ સલાહ આપવાનું છે.

 

આર્મી, નેવી અથવા એરફોર્સને સેન્ય કમાન્ડ આપવાનું કામ કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS)ની સલાહ પર તેમના ચીફ દ્વારા કરવામાં આવે છે, ના કે ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ.

 

ડીપાર્ટમેન્ટ ઓફ મિલિટરી અફેર્સનું નેતૃત્વ કરવા સિવાય CDS ચીફ્સ ઑફ સ્ટાફ કમિટી (CoSC)ના કાયમી ચેરમેનનું પદ પણ સંભાળે છે.
અત્યાર સુધી CoSCની અધ્યક્ષતા સૌથી સિનિયર સર્વિસ દ્વારા ટૂંકા ગાળા માટે રોટેશનમાં કરવામાં આવતી હતી પરંતુ આ વ્યવસ્થા અસંતોષકારક હોવાનું જાણવા મળ્યું હતું.

 

ત્રણેય સેનાના વડાઓની જેમ ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ પણ ચાર સ્ટાર જનરલ છે.ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફના પદની નિમણૂક ચાર સ્ટાર જનરલોમાં સૌથી વરિષ્ઠ અધિકારી દ્વારા કરવામાં આવે છે.ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફનો પગાર, ભથ્થા અને લાયકાત પણ ત્રણેય સેનાના વડાઓ જેટલી જ હોય ​​છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!