વાવની ખોડાઢોર પાંજરાપોળમાં એક સાથે 30 પશુઓના મોત : રહસ્ય અકબંધ

- Advertisement -
Share

વાવની ખોડાઢોર પાંજરાપોળમાં આજે 30થી વધુ પશુઓના મોત થયાની ઘટના સામે આવી છે. પશુઓના મોત બાદ પશુપાલન વિભાગ ઘટનાસ્થળે દોડી આવ્યું છે અને મૃત પશુઓના સેમ્પલ લઇ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી લેબોરેટરીમાં મોકલાયા છે.

 

પશુઓના મોતનું કારણ હાલ અકબંધ છે પરંતુ પશુઓના મોતનું કારણ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે પરંતુ હાલ દુર્ગંધ મારતા મૃત પશુઓના નિકાલની કામગીરી પાંજરાપોળના સંચાલકોએ હાથ ધરી છે.

 

બનાસકાંઠા જિલ્લામાં વાવ ખાતે આવેલ ખોડાઢોર પાંજરાપોળમાં આજે એક સાથે 30 પશુઓના મોતની ઘટના સામે આવી છે એક સાથે 30 પશુઓના મોત થતાં પશુપાલન વિભાગ પણ ઘટનાસ્થળે દોડી આવ્યું છે. એક સાથે આજે 30 પશુઓના મોત કયા કારણોસર થયા છે તેનો તપાસ હાથ ધરાઇ છે.

 

આજે ખોડા ઢોર પાંજરાપોળમાં 30 પશુઓના મોત થતા મૃત પશુઓના સેમ્પલ લઇને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી લેબોરેટરીમાં મોકલાયા છે પશુઓના મોતનું રહસ્ય અકબંધ જોવા મળી રહ્યું છે. પશુઓના મોતનું કારણ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે આજે એક સાથે 30 પશુઓના મોત થતાં જીવદયા પ્રેમીઓની લાગણી પણ દુભાઈ છે. દુર્ગંધ મારતા મૃત પશુઓના નિકાલ નિહાલ પાંજરાપોળના સંચાલકો દ્વારા કામગીરી હાથ ધરાઇ છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!