ડીસામા દૂધની થેલીના એમ.આર.પી. કરતા વધુ ભાવ લેનાર ડેરી પર શ્રીજાગૃત નાગરિક, ગ્રાહક સુરક્ષા મંડળ અને તોલમાપ ખાતાની કાર્યવાહિ

- Advertisement -
Share

ડીસા શહેરમાં એમ.આર.પી. કરતા વધુ ભાવ લેતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. જે ફરોયાદો પૈકી એક ફરિયાદ જાણિતી ગ્રાહક હિત, હક રક્ષક સંસ્થા શ્રીજાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળની કચેરીએ પહોચતાં શ્રી જાગૃત નાગરિક, ગ્રાહક સુરક્ષા મંડળ અને તોલમાપ ખાતાએ સંયુક્તરીતે તપાસ કરી કાર્યવાહિ કરી હતી.

ફરિયાદની વિગતો મુજબ ડીસા ખાતે ગાયત્રી મંદિર રોડ ખાતે આવેલ હનુમાન ડેરી એન્ડ પાર્લર ખાતેથી તા. 28/09/2020ના રોજ એક જાગૃત ગ્રાહકે અમુલ ગોલ્ડ દૂધની થેલી ખરીદી હતી જે થેલી ઉપર એમ.આર.પી. રુ. 28 લખેલ હોવા છતા દુકાનદારે ગ્રાહક પાસે થી રુ. 29/- વસુલ લીધેલ હતા. ગ્રાહકે આ બાબતે જાગૃતતા બતાવી ડીસા ખાતે આવેલ જાણિતી ગ્રાહક હિત હક્ક રક્ષક સંસ્થાના પ્રમુખ કિશોર દવેને લેખીત ફરિયાદ આપી હતી.

દવેએ ફરિયાદને ગંભીરતાથી લઈ તોલમાપ વિભાગને જાણ કરતા આજ રોજ શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી પ્રિતેશ શર્મા અને તોલમાપ ઇન્સ્પેક્ટર પી.એમ.દેસાઈએ ડેરી ઉપર જઈ ઓચિંતી તપાસ હાથ ધરતા દુકાનદાર વધુ ભાવ લેતા હોવાનુ સ્પષ્ટ થતાં કાર્યવાહિ કરી રુ. 2,000/-નો દંડ ફટકાર્યો હતો.

આ કિસ્સો ડીસામાં એમ.આર.પી. કરતા વધુ ભાવ વસુલનારા દુકાનદારો માટે લાલ બત્તી સમાન છે.

આ અંગે શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી પ્રિતેશ શર્માએ જણાવેલ છે કે, મોટાભાગે 1-2 રુપિયા માટે ગ્રાહક ફરિયાદ કરતા નથીં અને ગ્રાહકની જતુ કરવાની ભાવનાથી આવી અનૈતિક વેપાર પદ્ધતિ આચરનારાઓના હૌસલા બુલંદ થાય છે. જેથી જતુ કરવાની ભાવના છોડી આવા તત્વો વિરુદ્ધ જે કોઇ ગ્રાહક ફરિયાદ કરશે તો ગ્રાહકોની પડખે અભી રહનાર સંસ્થા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ જરુર કાર્યવાહિ કરશે.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!