ડીસામાં ધો. 9 થી 11 ના અભ્યાસક્રમની શરૂઆત કરાઇ

- Advertisement -
Share

કોરોના મહામારીના લીધે છેલ્લા ઘણા સમયથી શાળાઓ બંધ હતી ત્યારે તાજેતરમાં સરકાર દ્વારા ધોરણ 12 ના અભ્યાસક્રમો શરૂ કરવાની મંજૂરી આપ્યા બાદ સોમવારથી શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9 થી 11 નો અભ્યાસક્રમ શરૂ કરવાની પણ મંજૂરી આપતા ડીસા શહેરમાં શાળા સંચાલકો દ્વારા ક્લાસરૂમને સેનેટાઈઝ કર્યા બાદ સોમવારથી અભ્યાસક્રમ શરૂ કરાયો હતો.

[google_ad]

 

50% વિદ્યાર્થીઓની હાજરીમાં શરૂ કરેલ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓનો ટેમ્પરેચર માપી તેમણે અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો અને કોરોના નિયમોનું પાલન કરી અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે.

[google_ad]

 

ડીસા સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોરોના મહામારીના લીધે શાળાઓ બંધ હોવાથી ઓનલાઇન અભ્યાસ ચલાવવામાં આવતો હતો ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9થી 11 સુધીનો અભ્યાસક્રમ સોમવારથી શરૂ કરવાની મંજૂરી આપ્યા બાદ રવિવારે ડીસા શહેરની વિવિધ શાળાઓના સંચાલકો દ્વારા શાળાના રૂમોને સેનેટાઇઝ કરવામાં આવ્યા હતા.

 

[google_ad]

 

સોમવારે સવારે વિદ્યાર્થીઓના ટેમ્પરેચર માપીને તેમને ક્લાસરૂમમાં એન્ટ્રી આપવામાં આવી હતી 50% વિદ્યાર્થીઓની સંખ્યા સાથે અભ્યાસક્રમ શરૂ કરાયો હતો ઓનલાઇન બાદ હવે ઓફલાઇન અભ્યાસક્રમ શરૂ થતાં વિદ્યાર્થીઓમાં પણ ખુશી જોવા મળી હતી.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!