ડીસા નગરપાલિકાની સભામાં આજે પ્રજાના કામની વાત તો નેવે મુકાઇ : શરુથી લઇ અંત સુધી ફક્ત હોબાળો જ થયો

- Advertisement -
Share

ભાજપ શાષિત ડીસા નગરપાલિકાની સભાઓમાં જો આવી જ રીતે પ્રજા અને નગરની કામની વાતોને નેવે મૂકી ફક્ત હંગામો જ થશે તો ડીસાનો વિકાસ રૂંધાય તો નવાઈની વાત નહિ રહે… જાણો આજે શું થયું સભામાં

 

બનાસકાંઠામાં આજે શુક્રવારે ભાજપ શાસિત ડીસા નગરપાલિકાની સાધારણ સભા ભારે હંગામા વચ્ચે પૂર્ણ થઈ હતી. સભા શરૂ થાય તે પહેલા જ બેઠક વ્યવસ્થાને લઇ આમ આદમી પાર્ટીના સદસ્ય ચાલુ સભામાં નીચે બેસી જઈ વિરોધ દર્શાવ્યો હતો. જ્યારે પ્રમુખ દ્વારા કમિટીઓની જાહેરાત કરતા પણ વિપક્ષના સભ્યોએ ભારે હંગામો મચાવતા જ પાલિકાના પ્રમુખ સભા પૂર્ણ થઇ ગઇ હોવાનું કહીને ચાલતા થયા હતા.

[google_ad]

આમ તો સામાન્ય રીતે લોકો પોતાની સમસ્યાઓ, તકલીફોના સમાધાન માટે નગરસેવકોને ચૂંટીને નગરપાલિકામાં મોકલતા હોય છે. પરંતુ આ નગરસેવકો પોતાના અહંકારને લઇ અને સત્તા મેળવવા માટે નથી તો કોઈનું સાંભળતા અને નથી કોઈને બોલવા દેતા જેનો તાજો દાખલો આજે ડીસા નગરપાલિકાની સાધારણ સભામાં જોવા મળ્યો હતો.

[google_ad]

ડીસા નગરપાલિકા ખાતે આજે સાધારણ સભા શરૂ થાય તે પૂર્વે જ વિપક્ષના સદસ્યોએ બેઠક વ્યવસ્થાને લઈને હોબાળો મચાવ્યો હતો જેમાં આમ આદમી પાર્ટીના સદસ્ય વિજયભાઈ દવે તો ચાલુ સભામાં જ નીચે બેસી જઈ પ્રમુખ સામે વિરોધ દર્શાવ્યો હતો. જેના કારણે વિપક્ષ અને ભાજપના સદસ્યો સામસામે આવી જતા સભા 20 મિનિટ મોડી શરુ થઈ હતી.

[google_ad]

ત્યારબાદ નગર પાલિકાના પ્રમુખે ચીફ ઓફિસરને કમિટીઓની જાહેરાત કરવા જણાવતા વિપક્ષના સદસ્ય તેનો વિરોધ કર્યો હતો અને એજન્ડામાં લીધા સિવાય સીધી જ કમિટીઓની નિમણૂક કરી દેતા અને પ્રમુખે જાહેરાત કરવાના બદલે તેઓ કતપુટળી બની બેસી રહેતા વિપક્ષના સદસ્યો ગીનનાયા હતા.

[google_ad]

તે સમયે કોંગ્રેસ સદસ્ય ડોક્ટર ભાવિ શાહ, વિજય દવે અને રમેશ રાણા સહિત સદસ્યોએ ભારે વિરોધ દર્શાવતા વિપક્ષ અને ભાજપના સભ્યો સામે આવી જતા સભાખંડમાં ધાંધલ ધમાલ જેવું વાતાવરણ સર્જાયું હતું અને તે સમયે જ પાલિકા પ્રમુખ સભા પૂર્ણ થઇ ગઇ હોવાનું જણાવ્યું ચાલતા થયા હતા.

[google_ad]

મહત્વની વાત એ છે કે, અત્યારે ડીસા નગરપાલિકા ભાજપ સાશીત નગરપાલિકા છે અને 44માંથી 27 સભ્યો સાથે સ્પષ્ટ ભાજપની બહુમતી છે તેમ છતાં પણ પાલિકા પ્રમુખ રાજુ ઠક્કરે બોર્ડમાં વિપક્ષના સવાલોના જવાબ આપવાના બદલે કે ગામના વિકાસ પ્રશ્નોની ચર્ચા કરવાને બદલે પૂર્ણ થઈ ગઈ હોવાનું કહી સભામાંથી ચાલતી પકડી હતી ત્યારે આવું જ થતું રહેશે તો ડીસા શહેરનો વિકાસ ક્યારે થશે..? તે એક સવાલ છે.

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!