પાલનપુરના કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફીલ્ડ આઉટરીચ બ્યુરો દ્વારા વિશેષ જનસંપર્ક કાર્યક્રમ યોજાયો

- Advertisement -
Share

કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ઉત્તર ગુજરાત ઝોન કાર્યાલય, ફીલ્ડ આઉટરીચ બ્યુરો પાલનપુર દ્વારા વર્તમાન પરીસ્થિતિને ધ્યાને રાખી કોવિડ-19 જાગૃતતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના વીરાવાડા ગામે વિશેષ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

[google_ad]

કોવિડ-19 રસીકરણ અભિયાન અને કોવિડ-19 જાગૃતતા અભિયાન અંતર્ગત આયોજીત કાર્યક્રમમાં સાબરકાંઠા જીલ્લા અધિક આરોગ્ય અધિકારી ડો.કિશોરસિંહ ચારણ, તાલુકા આરોગ્ય અધિકારી ડો. સતિષ વ્યાસ, વિરાવાડા પી.એચ.સી.ના મેડીકલ ઓફીસર ડા. કૃપા મોદી અને વીરાવાડા ગામના સરપંચ કૈલાશબેન પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

[google_ad]

આ અંગે ફીલ્ડ આઉટરીચ બ્યુરો પાલનપુરના અધિકારી જે.ડી.ચૌધરીએ કાર્યક્રમ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ‘આ વિશેષ જનસંપર્ક કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકો કોરોના વાયરસના સંક્રમણને ફેલાવતું અટકાવવા જાગૃત બને અને સર્તકતા તેમજ જાગૃતતા દાખવે અને સુરક્ષિત રહે તે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને કોવિડ-19 વિશે જાણકારી સાથે તેનાથી બચવાના ઉપાયોની માહિતી મળે અને કોવિડ-19 રસી વિશેની ગેરસમજ કે ગેરમાન્યતાઓ દૂર થાય તેમજ લોકો રસી લઇ કોરોના સામે રક્ષણ મેળવે તે માટે આ જાગૃતતા અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમો હાથ ધરાઇ રહ્યા છે. રસીએ કોરોના સામે રક્ષણ મેળવવા માટેનો સુરક્ષા કવચ છે. તો આપણા સૌની સતર્કતા અને જાગૃતતા એ કોરોના સંક્રમણને અટકાવવાનો કારગર ઉપાય છે.’

[google_ad]

આ અંગે અધિક જીલ્લા આરોગ્ય અધિકારી ડો.કિશોરસિંહ ચારણે કોવિડ-19 મહામારી સામે લડવા અને આવનાર સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા સરકારના આરોગ્ય વિભાગની તૈયારીઓની માહિતી આપવાની સાથોસાથે જણાવ્યું હતું કે, ‘આરોગ્ય વિભાગ અને આરોગ્ય કર્મીઓ તો કોરોનાને હરાવવા સજ્જ છે.’

[google_ad]

‘પરંતુ કોરોના સામેની લડાઇને જીતવા દેશના તમામ લોકોનો સહયોગ પણ એટલો જ આવશ્યક છે. કોરોના સામે સુરક્ષા કવચ રસી છે, સતર્કતા સંક્રમણ અટકાવશે. આપણે સૌ અફવાઓથી દૂર રહીયે, ખોટી માહિતીનો ફેલાવો ન કરીએ, કોવિડ અનુરૂપ વ્યવહારોનું ચૂસ્તપણે પાલન કરીએ અને રસી અવશ્ય મુકાવીએ. જો આમ કરીશું તો કોરોના સામેની લડાઇ ચોક્કસ જીતી શકીશું. સાથે જ વિરાવાડા ગામ માસ પૂર્ણ રસીકરણનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો.’

[google_ad]

Advt

આ અંગે આરોગ્ય અધિકારી ડો.સતિષ વ્યાસે જણાવ્યું હતું કે, ‘કોરોના સંક્રમણની ગંભીરતા સમજાવી જાઇએ અને તેનાથી બચવા રોગ પ્રતિકારક શક્તિ વધારવાની બાબત પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, સંભવિત ત્રીજી લહેરમાં બાળકોમાં સંક્રમણ વધુ થવાની સંભાવવા વ્યક્ત થઇ રહી છે. ત્યારે બાળકોના ઉછેરમાં વિશેષ કાળજી રાખી બાળકોની સ્વચ્છતા અને સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત રહેવાની જરૂર છે.’

[google_ad]

‘ખાસ કોરોનાની આદર્શ ગાઇડલાઇનનું પાલન કરવું જરૂરી છે. સાથે જ આ કાર્યક્રમમાં મળેલ સંદેશા અને જાણકારી પ્રત્યેક ગ્રામવાસી સુધી પહોંચે એ આપની પ્રાથમિક ફરજ છે. મેડીકલ ઓફીસર ડો.કૃપા મોદીએ જણાવ્યું હતું કે, સૌ ગ્રામ લોકોના સહકારથી આપણે 100 ટકા રસીકરણ થોડા જ સમયમાં પૂર્ણ કરીશું.’

[google_ad]

 

સરકારની કોવિડ માર્ગદર્શિકાના પાલન સાથે યોજાયેલ આ કાર્યક્રમમાં પ્રશ્નોત્તરી સ્પર્ધામાં વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહીત કરાયા હતા. આ ગાઇડલાઇનનું ચૂસ્ત પાલન કરવાનો સંકલ્પ પણ કરાયો હતો. કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સભ્યો, આરોગ્ય અને આંગણવાડી વર્કર બહેનો તેમજ આરોગ્ય કર્મચારીઓ સહીત ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેનાથી કાર્યક્રમનો હેતુ સાર્થક થયો હતો.

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!