દાંતીવાડા નજીક ભયંકર અકસ્માત સર્જાયો : બાઇકના 2 ટૂકડા થઇ ગયા, 2 પિતરાઇ ભાઇના મોત

- Advertisement -
Share

બનાસકાંઠામાં દાંતીવાડા પાસે મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. જેમાં બાઈકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક સવાર 2 યુવકોના ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે બાઈકના 2 ટુકડા થઈ ગયા હતા.

[google_ad]

 

દાંતીવાડા પાસે મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના સર્જાતાં બાઇક સવાર 2 યુવકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જેતાજી વેડંચીયા તથા મંગળજી વેડંચીયા તેમના પિતરાઈ ભાઈ પિન્ટુજી રોઢાતરને રામપુરા ખાતે મૂકવા જઈ રહ્યા હતા તે સમયે અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર 3 યુવકોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

[google_ad]

Advt

 

અકસ્માતમાં 2 યુવકોને ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.

[google_ad]

 

આ અકસ્માત એટલો ભયંકર હતો કે બાઈકના બે ટુકડા થઈ ગયા હતા. જ્યારે આ અકસ્માત બાદ અજાણ્યા વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે મૃતકના પરિવારજનો અને દાંતીવાડા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને બંને યુવકોની લાશને પી.એમ અર્થે ખસેડી અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!