બનાસકાંઠામાં આચાર્યના યુવતી સાથેના અંગત પળોના ફોટા વાઈરલ થતા તપાસના આદેશ

- Advertisement -
Share

બનાસકાંઠામાં વાયરલ તસવીરોના કારણે શિક્ષણ જગતમાં હાહાકાર મચી ગયો છે. થરાદની એક પે સેન્ટર શાળાના આચાર્યની મહિલા સાથેની અંગત પળોની તસવીરો વાયરલ થઈ જતા. આ આચાર્ય સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

[google_ad]

 

વાયરલ તસવીરો અલગ અલગ જગ્યાની છે અને પ્રાથમિક દૃષ્ટીએ સેલ્ફી લાગી રહી છે. જોકે, આ આચાર્ય અને મહિલા વચ્ચે શું સંબંધો છે તેની કોઈ પુષ્ટી થઈ નથી પરંતુ જાહેર જીવનમાં અને એ પણ શિક્ષણ સાથે સંકળાયેલા વ્યક્તિની આ પ્રકારની વાયરલ તસવીરોના કારણે શિક્ષણ જગતમાં ભારે ચર્ચા થવા પામી છે.

[google_ad]

વાયરલ તસવીરમાં દૃષ્યમાન વ્યક્તિ થરાદના એક ગામની પે સેન્ટરના આચાર્ય છે. પ્રાપ્ત અહેવાલો મુજબ આ આચાર્યની તસવીરો વાયુ વેગે વાયરલ થઈ જતા તેમની સામે શિક્ષણ વિભાગે તપાસના આદેશ આપ્યા છે. આચાર્ય સાથે દૃષ્યોમાં જોવા મળતી મહિલા તેની પ્રેમિકા હોવાની પણ આશંકા છે. જોકે, આ તમામ કથિત વાતોની પુષ્ટી થઈ નથી.

[google_ad]

 

આજે વહેલી સવારે થરાદના એક ગામની પે કેન્દ્ર શાળાના આચાર્યના એક યુવતી સાથેના ફોટા વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક દ્રષ્ટીએ જોતા આ તમામ ફોટા આચાર્યએ સેલ્ફીમાં લીધેલા હોવાનું દેખાઈ આવે છે. મહિલા સાથેના અલગ અલગ જગ્યાના ફોટા અને કેટલાક અતિ અંગત બેડરૂમ પળોના ફોટા વાયરલ થતાં જ ગ્રામજનો પણ રોષે ભરાયા છે.

[google_ad]

ફોટા વાયરલ થયા હોવાની જાણ થતાં જ તાલુકા કેળવણી નિરિક્ષકે આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરી હતી અને વાયરલ થયેલા ફોટા સંદર્ભે આચાર્ય સામે તપાસ હાથ ધરી છે.

[google_ad]

 

આ તસવીરોના કારણે તપાસના આદેશ છોડવામાં આવ્યા છે ત્યારે હવે શિક્ષણ વિભાગ ક્યાં પ્રકારની તપાસ કરે છે તેના પર સૌની નજર છે. જોકે, વાયરલ તસવીરોમાં દૃશ્યમાન આચાર્ય પરિણીત હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે. જોકે, ઉત્તર ગુજરાતની આ ઘટનાના શિક્ષણ જગતમાં ઘેરા પ્રત્યાઘાતો પડે તેવી વકી છે.

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!