થરાદની કેનાલમાં પાણી બંધ થતાં ખેડૂતોમાં આક્રોશ ભભૂક્યો

- Advertisement -
Share

 

બનાસકાંઠા જીલ્લાના સરહદી પંથકમાંથી પસાર થતી કેનાલમાં શુક્રવારે પાણી બંધ થતાં ખેડૂતોમાં ભારે આક્રોશ ભભૂક્યો છે.

 

 

સરકાર દ્વારા કેનાલ મારફતે 10 દિવસ ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવાના વાયદા કર્યાં હતા. પરંતુ આઠમા દિવસે કેનાલમાં પાણી બંધ થતાં ખેડૂતોમાં ભારે આક્રોશ ભભૂક્યો છે.

 

 

બનાસકાંઠા જીલ્લો કે અતિ પછાત જીલ્લો માનવામાં આવે છે. જ્યારે બનાસકાંઠા જીલ્લાના સરહદી પંથકના થરાદ, વાવ અને સૂઇગામ સહીતના પંથકમાં ઉનાળાના સમયમાં પાણીનો પોકાર ઉઠવા પામ્યો છે.

 

 

જ્યારે ચોમાસામાં નજીવો વરસાદ થતાં બનાસકાંઠા જીવાદોરી સમાન ગણાતા ત્રણેય જળાશયોમાં સિંચાઇ માટે પાણી ન હોવાથી બનાસકાંઠા જીલ્લાના ખેડૂતોને ખેતી કરવા માટે પણ ભારે મુશ્કેલી સર્જાઇ રહી છે.

 

 

ત્યારે બીજી તરફ સરહદી પંથકમાંથી પસાર થતી કેનાલમાં પણ પાણી બંધ થઇ જતાં ખેડૂતોમાં ભારે આક્રોશ ભભૂક્યો છે. સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળી રહે જેથી 10 દિવસ સુધી કેનાલ મારફતે પાણી છોડવામાં આવશે.

 

 

પરંતુ આઠમા દિવસે કેનાલમાં પાણી બંધ કરી દેવાતાં ખેડૂતોમાં ભારે રોષ ભભૂક્યો છે. જ્યારે શાહપુર વિસ્તારમાં સિંચાઇ માટે પાણીની ખૂબ જ જરૂર હોવાથી ખેડૂતોમાં ભારે આક્રોશ ભભૂક્યો છે.

 

 

જ્યારે ગઇકાલે પણ સુજલામ્‌-સુફલામ્‌ કેનાલમાં પાણીને લઇને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે, ‘તાત્કાલીક ધોરણે સિંચાઇ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.’

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!