ધાનેરા પોલીસે વાસણ ચેક પોલીસ સ્ટેશન ઉપરથી વોન્ટેડ શખ્સને કાર સાથે ઝડપ્યો

- Advertisement -
Share

ધાનેરા પોલીસે વાસણ ચેક પોલીસ સ્ટેશન ઉપરથી ભીનમાળ પોલીસ સ્ટેશન અને દાંતીવાડા પોલીસ સ્ટેશનના વોન્ટેડ શખ્સને સ્વીફ્ટ ડીઝાયર કાર સાથે ઝડપી પાડ્યો છે. આ અંગે ધાનેરા પોલીસે કાર કિંમત રૂ.2,00,000 જપ્ત કરી દાંતીવાડા પોલીસ સ્ટેશન અને ભીનમાળ પોલીસ સ્ટેશનને મેસેજ કરી જાણ કરી વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, પોલીસ સ્ટાફના માણસો સાથે ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાસણ ચેક પોલીસ સ્ટેશનમાં હાજર હતા. તે દરમિયાન એક સ્વીફ્ટ ડીઝાયર કાર નં. RJ-19-CC-1818 પસાર થતાં તેને રોકાવી પ્રવિણકુમાર ભંવરલાલ રાજપુરોહીત (ઉં.વ.આ.19) (ધંધો-મજૂરી રહે. દાસપા, તા. ભીનમાળ, જી.જાલોર-રાજસ્થાન)ને ઝડપી પાડ્યો હતો.

[google_ad]

Advt

જ્યારે પૂછપરછ દરમિયાન કાર અંગે ભીનમાળ પોલીસ સ્ટેશન ઇ.પી.કો. કલમ-382 અને દાંતીવાડા પોલીસ સ્ટેશન પ્રોહીબીશન કલમ-65 A,ઇ 116(2) મુજબ નાસતા-ફરતા શખ્સને ઝડપી પાડી કાર કિંમત રૂ.2,00,000 ની સી.આર.પી.સી.કલમ-102 મુજબ જપ્ત કરી દાંતીવાડા પોલીસ સ્ટેશન અને ભીનમાળ પોલીસ સ્ટેશન મેસેજ કરી જાણ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

[google_ad]

 

From – Banaskantha Update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!