બનાસકાંઠામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની તૈયારીઓ થઇ શરૂ

Share

બનાસકાંઠા જીલ્લાની વિવિધ 625 જેટલી ગ્રામ પંચાયતોના સરપંચ તેમજ સભ્યોની આગામી જાન્યુઆરી 2021માં પાંચ વર્ષની મુદત પૂર્ણ થતી હોઇ જીલ્લા ચૂંટણી શાખા દ્રારા આ ગ્રામ પંચાયતોના નવીન સરપંચ તેમજ સભ્યોની વરણી માટે વોર્ડ વાઇઝ બેઠક વ્યવસ્થા સહિતની તૈયારીઓ આરંભી દેવાઈ છે. જેમાં પાલનપુર તાલુકાની 105 ગ્રામ પંચાયતમાં 50 ટકા મહિલા અનામતને લઈ સરપંચ પદની 53 બેઠકો મહિલાઓને ફાળે આવી છે.

[google_ad]

બનાસકાંઠા જીલ્લા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પૈકીની કુલ 879 ગ્રામ પંચાયતમાંથી 625 ગ્રામ પંચાયતના શાસકોની આગામી જાન્યુઆરી માસમાં મુદત પૂર્ણ થતી હોઈ આ ગ્રામ પંચાયતોના નવા સરપંચો તેમજ સભ્યો માટે ચૂંટણી જાહેર કરવામાં આવે તો આ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવા માટે બનાસકાંઠા જીલ્લા ચૂંટણી શાખા દ્રારા પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

[google_ad]

Advt

જેના ભાગ રૂપે દરેક ગ્રામ પંચાયતો 50 ટકા મહિલા અનામત બેઠક તેમજ સરપંચ અને સભ્યો માટે એસ.સી., એસ.ટી., બક્ષી કેટેગરીની બેઠકોની સીટો તૈયાર કરાઈ છે. જોકે, કોરોના હળવો પડે અને અને જાન્યુઆરીમાં ચૂંટણી યોજવાની થાય તો આગામી ડિસેમ્બર મહિનામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર કરવામાં આવે તેમ હોઇ બનાસકાંઠા જીલ્લામાં ગ્રામીણ રાજકારણ ગરમાયુ છે અને અનેક સરપંચ અને સભ્યોના દાવેદારો એતો ચૂંટણી લડી લેવા માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

[google_ad]

 

પાલનપુર તાલુકાની 105 ગ્રામ પંચાયતમાં 54 મહિલા, 52 પુરુષ સરપંચ બેઠક જાહેર કરાઈ પાલનપુર તાલુકાની 105 ગ્રામ પંચાયતના આગામી સરપંચ તેમજ સભ્યો માટે બેઠક વ્યવસ્થા તૈયાર કરાઇ છે. જેમાં 50 ટકા મહિલા અનામતને ધ્યાને રાખી સરપંચ પદ માટે 53 બેઠક મહિલા અનામત અને પુરુષ માટે 52 બેઠકો જાહેર કરાઈ છે. દરમિયાન પાલનપુર તાલુકાની 105 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે 12 બેઠક એસ.સી. 5 બેઠક એસ.ટી, 10 બેઠક બક્ષીપંચ અને 78 બેઠકો સામાન્ય જાહેર કરવામાં આવી છે.

[google_ad]

 

દિયોદર | દિયોદર ગ્રામ પંચાયતની સરપંચ તથા વોર્ડના સભ્યોની ચુંટણી આગામી ડીસેમ્બર માસમાં આવી રહી છે. ત્યારે દિયોદર ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે સામાન્ય સ્ત્રી અનામત જાહેર થયેલ છે. જ્યારે દીઓદર ગ્રામ પંચાયતના 16 વોર્ડ પૈકી બીન અનામત-5, સામાન્ય સ્ત્રી-7, અનુજાતિ સામાન્ય-1, શૈક્ષણિક પછાત-2, અનુ.આદિજાતિ-1 વોર્ડ ફાળવાયેલ છે.

[google_ad]

 

સામાન્ય બિન અનામતમાં વોર્ડ નં. 6, 7, 8, 10, 11 (સાત તમામ વોર્ડ ગત સમયે સમાન્ય સ્ત્રી અનામત હતા.) સામાન્ય સ્ત્રી અનામતમાં વોર્ડ નં. 1, 3, 9, 12, 13, 14, 15, અનુ જાતિ સામાન્ય વોર્ડ-2, સામાજિક શૈક્ષણિક પછાત સ્ત્રી વોર્ડ-4, સમા.શૈક્ષણિક સામાન્ય વોર્ડ-5, અનુ આદિજાતિ સામાન્ય વોર્ડ-16 આ મુજબ વોર્ડ ફાળવાયેલ છે.

 

From – Banaskantha Update


Share