ભાભરના પોલીસ કોન્સ્ટેબલ પર 4 શખ્સોનો હુમલો

- Advertisement -
Share

ભાભરમાં એલઆઇબીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પર સોમવારે બપોરે ચાર માથાભારે શખ્સોએ માથાકૂટ કરી હુમલો કરતાં ખળભળાટ મચી ગયો છે.પોલીસ પર રોફ જમાવવા ચારેય શખ્સો અમે ભાભરના બાપુ છીએ ડોન છીએ અમે જે કરીએ તે ચુપચાપ તમારે જોવાનું તેમ કહી ચારેય તૂટી પડ્યા હતા.ઈજાગ્રસ્ત પોલીસકર્મને સારવાર અર્થે ખસેડાયો હતો.હુમલો કરનારા ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી

[google_ad]

પ્રતીકાત્મક તસવીર

[google_ad]

ભાભર પોલીસ સ્ટેશનમાં છેલ્લા સાડા ચાર વર્ષથી ફરજ બજાવતાં ભરતભાઇ કરશનભાઇ પટેલ હાલમાં એલ.આઇ.બી.માં કોન્સ્ટેબલ છે. તેઓ સોમવારે બપોરે સરકારી બાઈક પર અંબિકા સોસાયટી તરફ જવાના રસ્તા ઉપર જલીયાણ મોબાઇલ દુકાનની પાસે ઉભા હતા તે વખતે ભાભરજુના ગામનો બળદેવસિંહ મનુભા રાઠોડ, પ્રવિણસિંહ મનુભા રાઠોડ, ઇન્દુભા નવુભા વાઘેલા તથા વિપુલસિંહ હુકમસિંહ રાઠોડ તેમજ અન્ય ચારથી પાંચ જણા સામેની બાજુએ ઉભા હતા.

[google_ad]

પ્રતીકાત્મક તસવીર

[google_ad]

જેમાંથી બળદેવિસંહ રાઠોડે પોલીસ કર્મીને પાસે બોલાવતાં તેઓ બાઇક ત્યાં મુકી તેમની પાસે ગયા ત્યારે બળદેવસિંહ રાઠોડે પોલીસકર્મી ભરતભાઈને જણાવ્યું કે “અમે ભાભરના બાપુ છીએ અને ભાભરના ડોન છીએ જેથી અમે જે કરીએ તે તમારે પોલીસને ચુપચાપ જોયે જવાનુ. અને મેં તને ચારેક દિવસ પહેલાં પણ ફોન કરી કહેલ હતુ કે તારે વધારે પડતી હીરાવદી કરવી નહી.

[google_ad]

પ્રતીકાત્મક તસવીર

[google_ad]

તેમ છતાં પણ તુ માનતો નથી તેમ કહી અપશબ્દો બોલતાં ભરતભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતાં પ્રવિણસિંહ રાઠોડે તુ વધારે પડતો ઉભો થયો છે અને મારૂ કાંઇ ઉપજવા દેતો નથી. જેથી તને મારવો પડશે તેમ કહેતા બળદેવિસંહ રાઠોડે લાકડી ભરતભાઈને મારી અન્ય સાથે ઉભેલા પણ મારમારવા લાગ્યા હતા.

[google_ad]

ભરતભાઈએ તુરંત પોલીસ મથકે ફોન કરી ઘટનાની જાણ કરતા પોલીસ ઘટના દોડી આવી હતી. બનાવને લઈ આજુબાજુથી ઘણા બધા લોકો ભેગા થઇ જતાં ધમકી આપી હુમલો કરી ભાગી છૂટ્યા હતા.

[google_ad]

Advt

[google_ad]

હુમલાખોરો કેટલાક મહિનાઓથી નાના મોટા વેપારીઓને રંજાડવાની પ્રવૃતિ કરતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. કેટલાક વેપારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ” નગરના પ્રતિષ્ઠીત વહેપારીઓ ડરતા હોવાથી પોલીસ મથકે જાણ કરતા નથી બધાને શાંતિથી અહીં રહેવું છે.”

[google_ad]

“ભાભરના પોલીસકર્મી પરના હુમલાના પ્રકરણમાં આરોપીઓને પકડવા માટે તપાસ ચાલી રહી છે. જ્યાં હુમલો થયો હતો તે સ્થળના સીસીટીવી ફૂટેજ મેળવી રહ્યા છીએ. પી.એલ.આહીર પીએસઆઇ

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!