ડીસામાં માનવતાની રિક્ષા : સગર્ભા મહિલાઓને વિના મુલ્યે ઈમરજન્સીમાં પહોંચાડે છે હોસ્પિટલ

- Advertisement -
Share

માનવીના જીવનમાં ઘણી એવી ઘટનાઓ ઘટતી હોય છે જે બાદ કાંતો એ હતાશ થઈ પોતાની મંજિલનો માર્ગ છોડી દેતો હોય છે. તો ઘણા લોકો એમાંથી કંઈક નવી જ શીખ લઈ એને જ પોતાની સેવા કે મંજિલ બનાવી દેતા હોય છે. આવુ જ કંઈક ડીસાના એક યુવક સાથે બન્યું અને ત્યારબાદ આ યુવકે સેવાને જીવનમંત્ર બનાવી દીધો.

[google_ad]

ડીસાના આ યુવકે એક એવી શરૂઆત કરી છે જે ભલભલા અમીરોને મોઢામાં આંગળા લેવડાવી દે. મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા આ યુવકે માનવતાંની રીક્ષા શરૂ કરી છે. જે મફતમાં 24 કલાક સેવા આપે છે. આ યુવકનું નામ છે સ્વરૂપસિંગ માળી. ડીસાના વિસ્તારમાં રહેતા સ્વરૂપસિંગે પોતાની રીક્ષાને સગર્ભા મહિલાઓને હોસ્પિટલ સુધી લઈ જવા ઈમરજન્સી વાહન જાહેર કરી છે.

[google_ad]

એટલું જ નહિ હોસ્પિટલ સુધી લઈ જવાનો એક પણ રૂપિયો લેવામાં નથી આવતો આ સેવ બિલકુલ મફત આપવામાં આવે છે. સ્વરૂપની રીક્ષા હાલ ડીસામાં એક ગરીબો માટે આશિર્વાદરૂપ બની છે. એક ફોન આવે કે તરત તેઓ ગમે તેવું કામ છોડીને પણ દર્દીના ઘરે પહોંચી અને તેને હોસ્પિટલ સુધી પહોંચાડવાનું માનવતાંનું કાર્ય કરી રહ્યા છે.

 

[google_ad]

સમયસર હોસ્પિટલ પહોંચી સારવાર મેળવી સ્વસ્થ થતાં દર્દીઓ પણ સ્વરૂપસિંગને દિલથી આશિષ આપી રહ્યા છે. સ્વરૂપસિંગે ડીસા શહેરમાં સગર્ભા મહિલાઓને પ્રસુતિ પીડા સમયે વાહનની ઈમરજન્સી જરૂર પડે ત્યારે સંપર્ક માટે પોતાના મોબાઈલ 9664952675ને હેલ્પલાઈન નંબર તરીકે જાહેર કર્યો છે.

[google_ad]

સ્વરૂપસિંગના જીવનમાં શું ઘટનાં બની હતી એ જાણીએ હવે…

કોરોના કાળમાં પત્નીને ડીલીવરીનું દર્દ ઉપડતા હોસ્પિટલ લઈ જવા 108ને ફોન કર્યા પરંતુ અડધો કલાક વીતવા છતાં 108ના પોહંચી અને આખરે ખાનગી વાહનમાં હોસ્પિટલ પહોંચ્યા ત્યાં તો સમય ખૂબ વીતી ગયો ડોકટરે કહ્યું 5 મિનિટ વહેલા આવ્યા હોત તો પેટમાં રહેલું બાળક કદાચ બચી જાત.

[google_ad]

બસ આજ ઘડીએ સ્વરૂપસિંગને સમજાઈ ગયું કે સારવારમાં 5 મિનિટની શું કિંમત છે… પોતાનાં ઘરમાં બનેલી આ દુઃખદ ઘટનાં બાદ સ્વરૂપસિંગે પ્રસુતિની પીડાથી કણસતી મહિલાઓને સમયસર હોસ્પિટલ પહોંચાડવાનું અભિયાન ઉપાડ્યું જેથી કોઈ બાળક દુનિયામાં આવતાં પહેલા જ મૃત્યુ ના પામે અને પોતાની રીક્ષાને જ સેવામાં લગાવી દીધી.

[google_ad]

5 સગર્ભા મહિલાઓને સમયસર હોસ્પિટલ પોહચાડી…

એક મહિનાથી શરૂ કરેલી નિસ્વાર્થ સેવા થકી સ્વરૂપસિંગે માનવતાની રીક્ષામાં મફત 5 મહિલા દર્દીઓને અત્યાર સુધીમાં સમયસર હોસ્પિટલ પહોંચાડી માનવતાં મહેકાવી છે. કોરોનામાં અનેક લોકોના ધંધા પડી ભાગ્યાં છે એમાંય ગરીબોની હાલત તો દયનિય છે તેવામાં ડીલીવરી જેવી કપરી સ્થિતિમાં સ્વરૂપસિંગની રીક્ષા ગરીબો માટે ભગવાનના આશીર્વાદ રૂપ બની છે.

[google_ad]

એક તરફ પેટ્રોલ ડિઝલના ભાવ આસમાનને આંબી રહ્યા છે. ત્યારે માનવતાંની રીક્ષા ચલાવતાં સ્વરૂપસિંગે ડીસા શહેરમાં પોતાના ખર્ચે માનવતાંનું કાર્ય કરી સૌના દિલ જીતી રહ્યા છે. ભલે માણસ આર્થિક રીતે નાનો હોય પરંતુ તેનું દિલ ખૂબ મોટું છે કહેવાય છે માણસ પૈસાથી નહીં પણ પોતાનાં કર્મોથી મોટો ગણાય છે જીવન તો બધાં જીવે પરંતુ માનવ અવતાર લીધાં બાદ તેને જીવી જાણવા વાળા લોકો ભાગ્યે જ જોવા મળે છે. ત્યારે પોતાને મોટા કહેતા લોકોએ પણ સ્વરૂપસિંગ પાસેથી કંઈક પ્રેરણા લેવી જોઈએ જેથી જનસમાજનું ભલું કરી શકાય.

 

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!