“ગુજરાતમાં ભાજપ સરકાર અને અધિકારીઓની મિલી ભગતથી બુટલેગરોને છુટોદોર” – ગોવાભાઈ રબારી

- Advertisement -
Share

ભાવનગરના બરવાળામાં લઠ્ઠાકાંડથી અનેક પરિવારના કુળદીપક તેમજ ઘરનો આધાર સ્તંભ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે ગુજરાતની ભાજપ સરકાર અને અધિકારીઓની મિલીભગતથી બુટલેગરોને છૂટોદોર આપી દીધો હોવાનો આક્ષેપ કોંગ્રેસના આગેવાન અને ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારીએ કર્યો હતો.

 

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના બણગા ફૂંકતી ગુજરાતની ભાજપ સરકારના નાક આગળ જ દિન દહાડે દારૂની રેલમછેલ જોવા મળે જે ત્યારે સરકારમાં બેઠેલા સતાધિશો અને અધિકારીઓની મિલી ભગતના કારણે ગુજરાતમાં દુધની જેમ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાનો આક્ષેપ કરતાં કોગ્રેસ નેતા અને ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી એ જણાવ્યું હતું કે, ભાવનગરના બરવાળામાં લઠ્ઠાકાંડથી બનેલી ઘટના ખુબ જ દુઃખદ છે.

 

વધુમાં કહ્યું સરકારની બેવડી નિતીના કારણે આજે અનેક પરીવારોએ વ્હાલ સોયા દિકરા ગુમાવ્યા છે તો કેટલાંક બાળકોએ માતા પિતા ગુમાવ્યા છે. આખા ગુજરાતમાં દારૂ બનાસકાંઠા જીલ્લાની અલગ અલગ બોર્ડર ઉપર થઈ ગુજરાતના વિવિધ શહેરો અને ગામડાઓમાં પહોંચે છે તો શું આ ખુલ્લેઆમ દારૂની હેરાફેરીથી બનાસકાંઠા પોલીસ અજાણ હોવા અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યાં છે.

 

ગુજરાતમાં અત્યાર સુધીમાં દારૂના નશાના કારણે અનેક યુવાનોની જીદંગી બરબાદ થઈ છે ત્યારે લઠ્ઠાકાંડએ ખુબ જ દુઃખદાયક ઘટના છે. આથી ગુજરાત સરકાર માનવતાના ધોરણે દારૂબંધીનો કડક અમલ કરાવે અને બનાસકાંઠા જિલ્લામાં પણ દારૂના દુષ્ણને નેસ્ત નાબુદ કરવો જોઈએ તેમ પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીએ જણાવ્યું હતું.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!