ખેતીવાડી બેંકમાં ગુજરાતના ડિરેક્ટર તરીકે બનાસકાંઠામાંથી ફોર્મ ભરાયા

- Advertisement -
Share

ખેતીવાડી બેંકની તાલુકા પ્રતિનિધિની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે રાજ્યના પ્રતિનિધિ માટે યોજાનાર ચૂંટણીમાં બનાસકાંઠાના ડિરેક્ટર તરીકે ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જેમાં એક કોંગ્રેસ પ્રેરિત અને એક ભાજપ વિચારધારા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.

[google_ad]

 

રાજ્યમાં હવે સહકારમાં પણ રાજકારણની શરૂઆત થઈ ચૂકી છે સહકારમાં કેન્દ્રમાં જ્યારે અમિત શાહને હવાલો સોંપ્યો છે ત્યારબાદ સમગ્ર દેશના સહકાર વિભાગમાં ગરમાવો આવ્યો છે. ત્યારે અમિત શાહના હવાલો લીધા બાદ સૌપ્રથમ ચૂંટણી ગુજરાત જમીન વિકાસ બેંકની આવી રહી છે. જમીન વિકાસ બેંકમાં તાલુકા પ્રતિનિધિની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે રાજ્યના પ્રતિનિધિ માટે ચૂંટણી યોજનાર છે.

[google_ad]

જેમાં બનાસકાંઠાના તાલુકા પ્રતિનિધિ મતદાન કરીને રાજ્યના ડિરેક્ટરને મોકલશે ત્યારે વર્ષોથી જમીન વિકાસ બેંકમાં બિનહરીફ ચૂંટાઈ આવતા કોંગ્રેસના ડિસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ સામે આ વખતે ભાજપના યુવા અગ્રણી કલ્યાણ રબારી રાણપુર વાળાએ ઉમેદવારી નોંધાવતા રાજકીય ગરમાવો આવી જવા પામ્યો છે.

[google_ad]

એક તરફ સરકારના ગૃહમંત્રી સહકારનો સવાલો સાંભળ્યો છે અને બીજી તરફ વર્ષોથી કોંગ્રેસ પાસે રહેલ રાજ્યના ડિરેક્ટર માટે ભાજપના યુવા અગ્રણીએ ઉમેદવારી કરતા રાજકીય ગરમાવો આવી જવા પામ્યો છે અને આ વખતે પ્રતિનિધિની ચૂંટણીમાં ભાજપ માથું મારીને કોંગ્રેસ પાસેથી પ્રતિનિધિનો છીનવી શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

[google_ad]

Advt

ગતરોજ કલ્યાણ રબારીએ 3 પ્રતિનિધિઓને સાથે રાખીને ઉમેદવારી નોંધાવતા કોંગ્રેસના વર્તમાન પ્રતિનિધિને કપરા ચડાણ હોવાના સંકેત મળી રહ્યા છે. જોકે ભાજપ આ વખતે કલ્યાણ દેસાઈને સમર્થન કરશે તો વર્ષોથી એક તરફી પ્રતિનિધિ રહેતા કોંગ્રેસના નેતાના પ્રતિનિધિનો પદ ટકાવી રાખવું મુશ્કેલ બનશે. જોકે, હાલતો બંને ઉમેદવાર જીતની આશાએ ઉમેદવારી નોંધાવી છે.

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!