ડીસાની ચંદ્રલોક સોસાયટીમાં વિજળી પડતાં મહિલાનું મોત : 2 માસુમ દિકરીઓએ માતાની છત્રછાયા ગુમાવી

- Advertisement -
Share

ડીસા શહેરની ચંદ્રલોક સોસાયટીમાં મોડી રાત્રે આકાશી વિજળી પડતાં 34 વર્ષીય મહિલાનું કરૂણ મોત નિપજતાં બે માસુમ દિકરીઓએ માતાની છત્રછાયા ગુમાવી દેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસે તપાસ હાથ ધરી છે.

[google_ad]

File Photo

ડીસા સહિત બનાસકાંઠા જીલ્લાના હવામાનમાં બે દિવસથી પલટો જોવા મળી રહ્યો છે. શનિવારે ભારે ઉકળાટ અને બફારા બાદ રવિવારે મોડી રાત્રે બે વાગ્યાના સુમારે ભારે ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તુટી પડતાં ડીસા શહેરની ચંદ્રલોક સોસાયટીમાં રહેતાં વિજાબેન નરેશભાઇ રબારી (ઉ.વ.34) ઓસરીના બહાર બાથરૂમ જવા માટે નિકળ્યા હતાં.

[google_ad]

 

 

જે દરમ્યાન અચાનક જ કડાકા સાથે વિજળી પડતાં વિજાબેન એ બૂમાબૂમ કરી જાળી પકડી લેતાં ફસડાયા હતાં. જેથી તેમના પતિ સહિતનાઓએ તાત્કાલિક ભણશાળી હોસ્પિટલ બાદ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતાં.

[google_ad]

 

 

જોકે, ફરજ પરના તબીબે વિજાબેનને મૃત જાહેર કર્યા હતાં. મૃતકની લાશને ડીસાની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવી હતી. આ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહે તપાસ હાથ ધરી છે.

[google_ad]

 

 

ડીસામાં વિજળી પડવાથી વિજાબેન રબારીનું દુઃખદ અવસાન થતાં ધરતી અને પિનલ નામની બાળકીઓએ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે અને બાળકીઓના આક્રદથી સમગ્ર વાતાવરણ શોકમય બની ગયું હતું.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!