રામસણ અને ધાનેરા રેલ્વે ટ્રેક વચ્ચે પ્રેમી પંખીડાએ પડતું મૂકતાં યુવકનું મોત : યુવતી ઘાયલ

- Advertisement -
Share

રામસણ અને ધાનેરા રેલ્વે ટ્રેક વચ્ચે પ્રેમી પંખીડાએ શનિવારે પડતું મૂકતાં યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યારે યુવકની મૃતકની લાશને પી.એમ. અર્થે ખસેડાઇ હતી. આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી તપાસ કરી ગુનો નોંધ્યો છે.

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, ધાનેરા તાલુકાના આશિયા ગામના કિરણ (ઉં.વ.આ.24) અને લાખણી તાલુકાના કમોડા ગામની 19 વર્ષિય યુવતી બંને વચ્ચે પ્રેમના અંકુર ફૂટ્યા હતા. જેઓને પ્રેમના સબંધ બંધાયા હતા. એકબીજા વગર સાથે રહી શકતા ન હતા ત્યારે અગમ્ય કારણોસર રામસણ અને ધાનેરા રેલ્વે ટ્રેક વચ્ચે પ્રેમી પંખીડાએ શનિવારે કંટાળી પડતું મૂકતાં યુવકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.

[google_ad]

જ્યારે યુવતીને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડાઇ હતી. જ્યારે યુવકની મૃતકની લાશને પી.એમ. અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

[google_ad]

જ્યારે બંને પ્રેમીઓના પરિવારજનોને ઘટનાના સમાચાર મળતાં તેઓ અચંબામાં મૂકાઇ ગયા હતા. આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!